સરકાર શ્રી દ્વારા જાહેર કરવામાં આવેલી યોજના હેઠળ ખાતર દવા કઠોળ પાકો ના બિયારણ અને અન્ય યોજનાઓ અમલમાં મૂકી શકાય તે માટે આજે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું
અહેવાલ:- પ્રતિક ભોઈ
આજરોજ તા ૨૧/૬/૨૦૨૫ ને શનિવારે સવારે અગિયાર વાગ્યે તલોદ તાલુકાના ભારતીય કિસાન સંઘ સમિતિ દ્વારા હાલમાં વાવણી લાયક વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા નાના અને મધ્યમ વર્ગના ખેડૂત ખાતેદારોને મદદરૂપ થવા દર વર્ષે સરકાર શ્રી દ્વારા ખાતર,દવા, બિયારણ અને કઠોળ પાકો નું વધારે વાવેતર થાય તે માટે પ્રોત્સાહિત કરવામાં આવતા હતા પરંતુ ચાલુ વર્ષે છેલ્લા બે દિવસથી જાણવા મળ્યું છે કે આ બાબતે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો છેવાડાના વિસ્તારોમાં આવેલા નાના અને મઘ્યમ વર્ગના લોકો માટે આ બાબતે કોઈ ખેડૂત ખાતેદાર પાસે આધાર કાર્ડ ના હોય તો ૭/૧૨ અને ૮ અ ના ઉતારા હોતા નથી વળી ગામડાઓમાં વી સી ઈ હોય તો સવૅર મળતા નથી તો આ બાબતે યોગ્ય ઘટતું કરવા અને દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેતીવાડી ખાતાના અધિકારી મારફતે સરકાર શ્રી દ્વારા જાહેર કરવામાં આવેલી યોજના હેઠળ ખાતર દવા કઠોળ પાકો ના બિયારણ અને અન્ય યોજનાઓ અમલમાં મૂકી શકાય તે માટે આજે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે