SABARKANTHA

સાબરકાંઠા જિલ્લામાં ૩૩ હજારથી વધારે ખેડૂતો કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતી

*સાબરકાંઠા જિલ્લામાં ૩૩ હજારથી વધારે ખેડૂતો કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતી*
****
ભારત એક ખેતી પ્રધાન દેશ છે. વર્તમાન સમયમાં ખેતીમાં ઉપયોગમાં લેવાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગના કારણે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાના સમાધાન માટે પ્રાકૃતિક ખેતીનો વિકલ્પ આવશ્યકછે. પ્રાકૃતિક ખેતી થકી માનવકલ્યાણ અર્થે વર્ષ ૨૦૨૩-૨૪ માં જિલ્લાની કુલ ૫૧૨ ગ્રામ પંચાયતોમાં ખરીફ ઋતુમાં ૨૦૪૮ અને રવિ ઋતુમાં ૧૦૨૪ એમ કુલ ૩૦૭૨ તાલીમો કરી ૯૫,૪૮૩ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીથી માહિતગાર કરવામાં આવ્યા છે. જિલ્લામાં કુલ ૩૩,૪૫૭ જેટલા ખેડૂતોએ ઓછા-વત્તા પ્રમાણમાં અંદાજે ૨૧,૫૬૫ એકર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી પધ્ધતી અપનાવી છે.
જિલ્લામાં પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે પ્રાંતિજ અને તલોદ ખાતે ટી.પી.એચ. ફાર્મર પ્રોડ્યુસર કંપની (તલોદ, પ્રાંતિજ,હિંમતનગર) તેમજ ખેડબ્રહ્મા ખાતે પી.કે.વી.વી. ફાર્મર પ્રોડ્યુસર કંપની (પોશિના,ખેડબ્રહ્મા, વડાલી, વિજયનગર) નામક કાયમી વેચાણ કેન્દ્રો ઉપરાંત જીલ્લામાં કુલ ૧૩૨ વ્યક્તિગત ખેડૂતો દ્વારા પણ પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ ગ્રામ્યકક્ષાએ કરવામાં આવી રહ્યું છે. તથા તલોદ અને વડાલી ખાતે અઠવાડીક વેચાણ કેન્દ્રો તાજેતરમાં શરૂ કરાયા છે.તેમજ હિંમતનગર ખાતે પણ જનસેવા કેન્દ્ર ખાતે કલેક્ટરશ્રીની પરવાનગીથી અઠવાડીયાના ૨ દિવસ વેચાણ કેન્દ્ર શરૂ કરાયા છે.આમ, જીલ્લામાં કુલ ૧૩૮પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ કેન્દ્રો કાર્યરત છે.પ્રાકૃતિક ખેતીને જયકારો આપનાર રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત પણ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને પ્રાકૃતિક ખેતી થકી દેશના ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ ઉન્નત થાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!