BANASKANTHAGUJARATPALANPUR
સુઈગામ-ભાભર-વાવ-થરાદમાં વીજ વિભાગની ૮૬ ટીમોની રાઉન્ડ ધ ક્લોક કામગીરી

11 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
સુઈગામ-ભાભર-વાવ-થરાદમાં વીજ વિભાગની ૮૬ ટીમોની રાઉન્ડ ધ ક્લોક કામગીરી.અસરગ્રસ્ત ૨૯૭ ગામ પૈકી ૨૧૧ ગામડાઓમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરાયો.બનાસકાંઠા જિલ્લાના સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને પગલે અસરગ્રસ્ત થયેલ વિસ્તારમાં જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની આગેવાની હેઠળ વહીવટી તંત્ર દ્વારા રાઉન્ડ ધ કલોક કામગીરી થઈ રહી છે.
ભારે વરસાદને પગલે જિલ્લાના કુલ ૨૯૭ ગામમાં વીજળી ખોરવાઈ હતી. કલેકટરશ્રીના નેતૃત્વમાં યુ.જી.વી.સી.એલ ની કુલ ૮૬ ટીમો વીજળી પુનઃસ્થાપન કરવા માટે રાત દિવસ કામ કરી રહી છે. આજે તા.૧૦ સપ્ટેમ્બરના રોજ સાંજે ૪ વાગ્યા સુધી ૨૯૭ ગામ પૈકી ૨૧૧ ગામડાઓમાં વીજ પુરવઠો કાર્યરત થઈ ચૂક્યો છે. વરસાદને પગલે જિલ્લામાં કુલ ૬૦૨ જેટલા વીજ પોલ ડેમેજ થયા હતા.








