SABARKANTHA
હિંમતનગર માં દશેરા નિમિત્તે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યુ..

અહેવાલ:- પ્રતિક ભોઈ
- હિંમતનગર માં દશેરા નિમિત્તે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યુ..
વીરતા નો વૈભવ, પરાક્રમ ની પુજા અને શૌર્યનો શૃંગાર એટલે વિજયાદશમી.
શાસ્ત્ર એ જ્ઞાનનું પ્રતીક છે, જ્યારે શસ્ત્ર એ શક્તિનું પ્રતીક છે.
• શસ્ત્રપૂજન નો આ અવસર વિશ્વમાં માનવ કલ્યાણની વિરોધી આસુરી શક્તિઓ પર દૈવી શક્તિના વિજયનો અવસર બની રહે તેવી પ્રાર્થના સાથે વિજયાદશમી ના પાવન પર્વ નિમિત્તે હિંમતનગર શહેરમાં આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આંબાવાડી નવરાત્રી ચોક ખાતે શસ્ત્રપૂજન કાર્યક્રમ રાષ્ટ્રીય બજરંગ દળ જિલ્લા અધ્યક્ષ કનકસિંહ ઝાલા તથા આંબાવાડી નવરાત્રી ચોક પ્રમુખ પ્રદિપસિંહ રાઠોડ ની આગેવાનીમાં યોજાયો જેમાં સાબરકાંઠા , હિંમતનગર શહેરના સંગઠન ના પદાધિકારિયો તથા કાર્યકર્તાઓ , ખૂબ મોટી સંખ્યામાં હિન્દુ સમાજ , સનાતનીયો ઊપસ્થિત રહ્યા હતા.



