સાબરકાંઠા જિલ્લા કલેકટર શ્રી લલિત નારાયણ સિંઘ સાદુંએ વરસાદને પગલે હિંમતનગર ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી.

અહેવાલ:- પ્રતિક ભોઈ
જિલ્લા કલેક્ટર શ્રીએ વરસાદને પગલે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લીધી
******
એલર્ટ મોડ પર રહીને વરસાદી સ્થિતિ પર નજર રાખવા તંત્રને સૂચના આપી
*******
સાબરકાંઠા જિલ્લા કલેકટર શ્રી લલિત નારાયણ સિંઘ સાદુંએ વરસાદને પગલે હિંમતનગર ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી.
કલેક્ટરશ્રીએ હિંમતનગરમાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે વરસાદની સ્થિતિનું નિરીક્ષણ કરી વહીવટી તંત્રના સંબંધિત અધિકારીઓને તકેદારીના પગલાં લેવા જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું. તેમજ
કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા કર્મીઓને એલર્ટ મોડ પર રહીને જિલ્લાની વરસાદીની સ્થિતિની સતત જાણકારી આપવા સૂચનો કર્યા હતા.
કલેક્ટર શ્રી એ તાલુકાકક્ષાના કંટ્રોલ રૂમ ખાતે ટેલિફોનીક વાત કરી તાલુકાઓની સ્થિતિની જાણકારી મેળવી હતી. નીચાણ વાળા વિસ્તારોમાં નાગરિકોની સેફ્ટી અને પાણી ભરવાના સમાચાર, વીજ પુરવઠા વગેરે બાબતો માટે ફરજ પરના કર્મચારીઓને જરૂરી સૂચનો આપી સતર્ક રહી ફરજ બજાવવા પર ભાર મૂક્યો હતો.






