કાલોલ શહેર સ્થિત એમજીએસ હાઈસ્કુલ અને સીબી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે શિક્ષક દિન ની ઉજવણી કરાઈ

તારીખ ૦૪/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જન્મદિવસ નિમિતે શિક્ષક દિન ઉજવવામાં આવે છે.તે હેતુસર બાળકો ખુદ શિક્ષક બનીને કામ કરે એવી રીતે ઊજવવમાં આવે છે. આ દિવસે ઉત્સાહી બાળકો શિક્ષકની ભૂમિકા નિભાવે છે.સવારની પ્રાર્થના સભાથી લઈને આખા દિવસની શાળાની જવાબદારી બાળકો જ સંભાળે છે. વર્ગખંડમાં કાર્ય કરવામાં કેટલી મુશ્કેલીઓ પડે છે એનાથી વાકેફ થાય છે. જ્યારે એક વિધાર્થી તરીકે પોતે પોતાના શિક્ષકની સૂચના નથી માનતા કે વર્ગખંડમાં શાંતિ નથી જાળવતા ત્યારે કોઈ શિક્ષકની મનોદશા કેવી હોય છે એનો જાતે અનુભવ મેળવે છે.બાળકો શિક્ષકનું મહત્વ સમજે અને આદર કરતા થાય શિક્ષક ના વ્યવસાય પ્રત્યે વિધાર્થીઓને ગૌરવની લાગણી થાય તે હેતુથી વિધાર્થીઓ શિક્ષક તરીકે ની ભુમિકા નિભાવે છે કાલોલ ખાતે ધી એમજીએસ હાઈસ્કુલ અને સીબી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે વિધાર્થીઓ શિક્ષક બન્યા હતા અને સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ કાર્ય કરાવ્યું હતુ બંને શાળા ના આચાર્ય, સ્ટાફ દ્વારા શિક્ષક બનેલા વિધાર્થીઓ નુ સન્માન કરવામાં આવ્યું હતુ.







