SABARKANTHA

શ્રી કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ ખેડબ્રહ્મા આયોજિત સમાજનું વાર્ષિક સ્નેહમિલન દશેરાના પવિત્ર દિવસે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખેડબ્રહ્માના સેન્ટ્રલ હોલમાં યોજાયું.

અહેવાલ:- પ્રતિક ભોઈ

*શ્રી કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ ખેડબ્રહ્મા આયોજિત સમાજનું વાર્ષિક સ્નેહમિલન દશેરાના પવિત્ર દિવસે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખેડબ્રહ્માના સેન્ટ્રલ હોલમાં યોજાયું.* સમારંભ અધ્યક્ષ તરીકે ઇનામ અને ભોજનના દાતા શ્રી જયંતીભાઈ મગનભાઈ ડાયાણી તથા સંતન આશીર્વાદ તરીકે સંત શ્રી પંકજદાસજી મહારાજ, સંતશ્રી મણીરામ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે કેળવણીના ધરોહર શ્રી જેઠાભાઈ સાહેબ અતિથિ વિશેષ તરીકે કન્યા વિદ્યાલયના પ્રમુખ શ્રી મણીભાઈ પટેલ, જ્યોતિ હાઈસ્કૂલના આચાર્યશ્રી સુરેશભાઈ પટેલ, સમાજ પ્રમુખશ્રી રવજીભાઈ ગોતા કંપા, જીવન જ્યોત હોસ્પિટલ ડોક્ટર સી કે પટેલ, હનુમાન સોમીલ વાળાશ્રી તુલસીભાઈ પટેલ, શ્રી અમૃત મામા ઉપસ્થિત રહી અને સ્ટેજની શોભા વધારી હતી..
કેજી થી કોલેજ સુધીની તમામ વિદ્યા શાખામાં પ્રથમ એક થી ત્રણ નંબરનું સન્માન દાતા પરિવારના ત્રણ દીકરા શ્રી સતિષભાઈ ડાયાણી, હિતેશભાઈ ડાયાણી અને ભરતભાઈ ડાયાણી તથા ઉપસ્થિત સૌ મહેમાનો દ્વારા કરવામાં આવેલ…
*પહેલું સુખ તે જાતે નર્યા તે ઉક્તિને ચરિતાર્થ કરવા માટે કયા રોગ સામે કેવી કાળજી લેવી જોઈએ તેની વિસ્તૃત સમજ સમાજના ડોક્ટરો પૈકી સર્જન ડોક્ટર સી કે પટેલ, ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર ધવલ પટેલ, ડોક્ટર યશ પટેલ તથા ડોક્ટર ચંદુભાઈ પટેલ દ્વારા આપવામાં આવેલ…* કચ્છ કડવા પાટીદાર યુવક મંડળના મંત્રી શ્રી શાંતિલાલ એમ વેલાણીએ સ્વાગત ઉદબોધન કરેલ.પ્રમુખ શ્રી રશ્મિકાંત પોકારે શિક્ષણ અંતર્ગત સરદારધામ અંગે વિસ્તૃત વાત કરી તથા સમાજ સંગઠન અને એકતા ઉપર ભાર મુકેલ.. ખજાનચી ધવલ ભોજાણીએ વાર્ષિક હિસાબો રજૂ કરેલ.. કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવક મંડળના સભ્યશ્રીઓ જીમીસ ભગત, રિતેશ ધોળું, જીગ્નેશ ભગત, રોનક નાકરાણી, ડોક્ટર ધવલ પટેલ, ગૌરવ રામાણી, પ્રવીણ નાકરાણી, અરવિંદ લીંબાણી, પાર્થ ભગતે ખૂબ મહેનત કરેલ..
ખુલ્લા મંચમાં જ્યોતિ હાઈસ્કૂલના પૂર્વ સુપરવાઇઝર શ્રી પ્રફુલભાઈ પટેલ, શ્રી જીતુભાઈ પટેલ, શ્રી લલીતભાઈ પટેલ દ્વારા રજૂ કરવામાં આવેલ સુંદર વિચારોને સૌએ વધાવ્યા હતા.. આવતા વર્ષ 2025 ના ભોજન તથા ઇનામ વિતરણના દાતાશ્રી રસિકભાઈ ખીમજીભાઇ ભોજાણી પરિવાર છે તથા 2026 ના નવીન દાતા તરીકે જ્યોતિ હાઈસ્કૂલના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલના પિતાશ્રી સવજીભાઈ ભીમજીભાઇ પટેલની નોંધ કરવામાં આવી હતી.. અંતમાં સંત શ્રી પંકજદાસજી મહારાજ અને મણીરામ મહારાજના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા.. સૌની અનુકૂળતા માટે આવતા વર્ષથી આ કાર્યક્રમ દશેરાના બદલે જન્માષ્ટમીના દિવસે રાખવાનું સર્વનું મતે નક્કી કરેલ.. આભાર દર્શન ડોક્ટર ધવલ દ્વારા કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન એન એલ હાઇસ્કુલ લક્ષ્મીપુરાના નૈલેષભાઈ પટેલે કરેલ.

Back to top button
error: Content is protected !!