GONDALGUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ગ્રામ્ય પાણી પુરવઠા યોજના અન્વયે ગોંડલ તાલુકાના રૂ. ૮ લાખ ૯૨ હજારથી વધુના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ

તા.૨૩/૭/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot, Gondal: સરકારના ઓગ્મેન્ટેશન ઇન જનરલ રૂરલ એરીયા કાર્યક્રમના અમલીકરણ માટે રાજકોટ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ કાર્યરત છે. જેની બેઠક ગત તા.૦૯/૦૭/૨૦૨૫ના રોજ કલેક્ટરશ્રી ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં ગ્રામ્ય પાણી પુરવઠા યોજના અન્વયે રાજકોટ જિલ્લાના કુલ રૂ. રૂ.૬૧,૫૬,૫૭૭ના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે. જેમાં રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રાવણા ગામમાં રૂ.૬,૩૮૩,૦૦ના ખર્ચે ૫૦ હજાર લી. ક્ષમતાનું સીસ્ટર્ન, ગરનાળા ગામમાં રૂ. ૧,૨૪૦,૨૩ના નવા સંપ પર પંપીંગ મશીનરી સાથે એસેસરીઝનું કામ, અને મસીતાળા ગામમાં રૂ.૧,૨૯૮,૦૦ના ખર્ચે પંપરૂમ બનાવવા એમ કુલ રૂ.૮,૯૨,૧૨૩ના ખર્ચે ગોંડલ તાલુકામાં આગામી દિવસોમાં કામગીરી થશે, તેમ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમની યાદીમાં જણાવાયું છે

Back to top button
error: Content is protected !!