SABARKANTHA

*સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સાબરકાંઠા હિંમતનગર શહેર* દ્વારા આજે હિંમતનગર નવી સિવિલ હોસ્પિટલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો.

*સ્વામી વિવેકાનંદ વન*
*એક પેડ મેરી માં કે નામ*
*હિંમતનગર*
*સાબરકાંઠા*
વૃક્ષો વાવી હરિયાળી ક્રાંતિ લાવવાના ઉદેશ્ય સાથે માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે રાષ્ટ્રને આપેલ “#एक_पेड़_मॉं_के_नाम ” મંત્રને સાચા અર્થમાં સાકાર કરવા *સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સાબરકાંઠા હિંમતનગર શહેર* દ્વારા આજે હિંમતનગર નવી સિવિલ હોસ્પિટલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો.

જેમાં હિંમતનગર નવી સિવિલ હોસ્પિટલના સિવિલ સુપ્રિટેન્ડેન્ટ સાહેબ શ્રી પરેશ શિલાદરીયા સાહેબ, સિવિલ હોસ્પિટલના વિવિધ કર્મચારીઓ, ડોક્ટરશ્રીઓ, મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, ભારતીય જનતા પાર્ટી, હિંમતનગર શહેર પ્રમુખ શ્રી વાસુદેવભાઈ રાવલ સાહેબ, હિંમતનગર નગરપાલિકા ઉપપ્રમુખશ્રી સવજીભાઈ ભાટી, હિંમતનગર ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર-4 ના કોર્પોરેટર શ્રી દિકુલભાઇ ગાંધી, પાર્ટીના આગેવાન, યુવા મોરચાના કાર્યકર્તા, અને હિંમતનગર શહેર અને તાલુકાના સંયોજકશ્રીઓ, સૌ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!