GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: ‘‘સ્વચ્છતાથી સ્વસ્થતા” ભાયાવદરના નગરજનોને લોકડાયરાના માધ્યમથી મનોરંજન સાથે સ્વચ્છતાનો સંદેશ અપાયો

તા.૨૦/૩/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની સ્વચ્છ ભારત પહેલને સાર્થક કરવા છેવાડાના માનવી સુધી સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે.
જેના ભાગરૂપે રાજકોટની ભાયાવદર નગરપાલિકા ખાતે ‘‘સ્વચ્છ ભારત મિશન અર્બન”- ગાંધીનગર દ્વારા ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૂકા-ભીના કચરાનો યોગ્ય નિકાલ કરવો, સ્વચ્છતાથી સ્વસ્થતા અંગે જાણકારી, ઘર અને જાહેર સ્થળોની સ્વચ્છતા સહિતની બાબતો અંગેનો મનોરંજનના માધ્યમથી સંદેશો આપવામાં આવ્યો હતો. આ લોકડાયરામાં શાળાના વિદ્યાર્થીઓ, નગરજનો, સામાજિક સંસ્થાના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.





