સાબરડેરી કર્મચારી સહકારી મંડળી લી ની ૫૨ મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ. જેમાં સાબરડેરી અને અમુલ ફેડરેશનના ચેરમેન શામળભાઈ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર સુભાષભાઈ પટેલ, એચ આર ડી સિનિયર મેનેજર એન એલ પટેલ ,વિભાગીય અધિકારીઓ, મંડળીના ચેરમેન મુકેશસિંહ રાઠોડ, વાઇસ ચેરમેન મનીષભાઈ પટેલ અને વ્યવસ્થાપક કમિટી સભ્યો તથા સભાસદો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે સંઘના ચેરમેન શામળભાઈ પટેલ તથા મેનેજિંગ ડિરેક્ટર સુભાષભાઈ પટેલ તથા મંડળીના ચેરમેન મુકેશસિંહ રાઠોડના વરદ હસ્તે મંડળી દ્વારા સભાસદોને તેમની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ વ્યાજબી ભાવે મળી રહે તે માટે શરૂ કરાયેલ નવીન સુપર માર્કેટ મોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ગત વર્ષે મંડળીએ કરેલ અંદાજે ૮૨ લાખ જેટલા નફા સાથે વર્ષ દરમ્યાન કરેલ સભાસદલક્ષી વિવિધ યોજનાઓને સાબરડેરીના ચેરમેન તથા મેનેજિંગ ડિરેક્ટર એ તથા સભાસદોએ તાળીઓના ગડગડાટ સાથે બિરદાવી હતી અને મંડળીના ચેરમેન તથા કમિટીસભ્યોને અભિનંદન પાઠવ્યા હતા. કર્મચારી મંડળી ના મેનેજર જીગરભાઈ પટેલ, તથા કર્મચારીઓ એ કાર્યક્રમ ને સફળ બનાવી હતી
અહેવાલ:- પ્રતિક ભોઈ
Sorry, there was a YouTube error.
PRATIK BHOISeptember 11, 2024Last Updated: September 11, 2024