ગુજરાતના અંતિમ છેવાડે હવે જીવનશૈલીમાં સર્જાઈ રહી છે મૂળભૂત પરિવર્તનની લહેર.

અહેવાલ:- પ્રતિક ભોઈ
સીમાની ઝાંખી હવે તેજસ્વી વિકાસથી પ્રકાશિત!
ગુજરાતના અંતિમ છેવાડે હવે જીવનશૈલીમાં સર્જાઈ રહી છે મૂળભૂત પરિવર્તનની લહેર.
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના શુભહસ્તે તેમજ માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ અને માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં, બનાસકાંઠા જિલ્લાના સુઈગામ – નડાબેટ ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં ₹358.37 કરોડના વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસદ્રષ્ટિ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના મજબૂત નેતૃત્વ હેઠળ, ગુજરાતના સીમાવર્તી વિસ્તારોમાં હવે વિકાસ દરરોજની હકીકત બની રહ્યો છે – જ્યાં અગાઉ અંત હતો, હવે ત્યાં નવી શરૂઆત થઈ રહી છે.
ધાનેરા તાલુકા પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું, જ્યારે ડીસા ખાતે જિલ્લાકક્ષાની ₹80 કરોડની સિવિલ હોસ્પિટલનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સાથે સાથે આરોગ્ય, શિક્ષણ, ઊર્જા, માર્ગ અને શહેરી વિકાસ જેવા ક્ષેત્રોમાં અનેક મહત્વપૂર્ણ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ – શ્રી કિર્તીસિંહ વાઘેલા, સર્વે ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી પ્રવિણકુમાર માળી, શ્રી કેશાજી ચૌહાણ, શ્રી સ્વરૂપજી ઠાકોર, શ્રી માવજીભાઈ દેસાઈ, તેમજ શ્રી રમેશભાઈ, નોકાબેન પ્રજાપતિ, શ્રી કનુભાઈ વ્યાસ, શ્રી ડી.ડી રાજપુત, શ્રી કાનજીભાઈ રાજપુત, ડીસા નગરપાલિકા પ્રમુખ, સંગઠનના હોદ્દેદારો, જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, તેમજ સમગ્ર જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




