સાબર ડેરી ખાતે ૭૮માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ખૂબજ આનંદ અને ઉલ્લાસભેર કરવામાં આવી .

• સાબર ડેરી ખાતે ૭૮માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ખૂબજ આનંદ અને ઉલ્લાસભેર કરવામાં આવી . સાબર ડેરીના મેનેજીંગ ડીરેક્ટર શ્રી સુભાષભાઈ પટેલ દ્વારા ધ્વજારોહણ કરી પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવેલ હતું.
• જેમાં ૭૮માં વર્ષે દેશના વિકાસમાં અન્ય ઉદ્યોગો સાથે કદમ મિલાવીને સહકારી ડેરી ઉદ્યોગ પણ પોતાનું ઉતમ યોગદાન આપી રહેલ છે તેમાં સાથે સાથે આ ઉદ્યોગથી પર્યાવરણને ઓછામાં ઓછુ નુકસાન થાય તે બાબતે સાબર ડેરી દ્વારા તેની દરેક કામગીરીની પ્રક્રિયામાં વિશેષ તકેદારી ભર્યા પગલા લેવા સૌ પ્રયત્નશીલ બને તેમ જણાવેલ.જેના પ્રયત્ન રૂપે માન.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એ વિશ્વ પર્યાવરણ દિવસે શરુ કરેલ અભિયાન “એક વૃક્ષ માં કે નામ” થી પ્રેરિત થઈ સંઘ સાથે સંકળાયેલ સૌ કોઈ દર વર્ષે ઓછામાં ઓછુ સમાજને ઉપયોગી થઈ પડે એવું વૃક્ષ વાવે તે માટે આગ્રહ પૂર્વક જણાવેલ.
• સાથે સાથે સાબરડેરી પણ પોતાની સ્થાપના થયેથી ૬૦ વર્ષની યાત્રામાં દૈનિક પાંચ હજાર લીટર થી આજે અંદાજીત પચાસ લાખ લીટર દૂધ સંપાદનની સાથે સાથે વાર્ષિક રૂપિયા ૯૦૦૦ કરોડ જેટલા ટૅન ઓવરની સિદ્ધી સુધી પહોંચેલ છે.જે માટે સંઘમાં વિશ્વાસ ધરાવી દૂધ સંપાદન કરાવતા પશુપાલકોનો સંઘ હ્રદયપૂર્વક આભારી છે.તેમજ પશુપાલકોની સુખાકારી અને ઉપભોગતાઓને ઉતમ ગુણવત્તાના “અમૂલ”ના મિલ્ક, બેકરી મીઠાઈ અને “સાબર” બ્રાન્ડના નમકીન વગેરે પ્રોડક્ટો મળી રહે તે માટે કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવેલ.
• આજે વિશેષમાં કામગીરીના સ્થળ પર સુરક્ષા બાબતે જાગૃતિ માટે બેનરો પ્રદર્શિત કરતી “સુરક્ષા ગેલેરી” બનાવવામાં આવેલ અને સુરક્ષા સાધનો અને સર્વિસ પૂરી પાડતી પ્રખ્યાત કમ્પની “કરમ”ના પ્રતિનિધિ દ્વારા સલામતી બાબતે ઉદ્બોધન કરવામાં આવેલ.
• સંઘના કેમ્પસમાં દેશના રાષ્ટ્રીય તહેવારોમાં ઉજવણીની તૈયારીમાં ખંતપૂર્વક અમુલ્ય યોગદાન આપતા કર્મચારી શ્રી હેમંતભાઈ કોઠારી અને સીક્યુરીટી ઓફિસર, એક્સ આર્મીમેન શ્રી અશોકભાઈ નાયીને આજે સન્માનિત કરવામાં આવેલ.
• આજની ઉજવણીમાં આ પર્વની યાદગીરી રૂપે કેમ્પસમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવેલ.
• તમામ વિભાગોના વડા, કર્મચારીઓ, સીક્યુરીટી સ્ટાફ, કામદાર તેમેજ સ્ટાફ કોલોનીમાં રહેતા સ્ટાફ પરિવારજનો ખૂબજ ઉત્સાહપૂર્વક હાજર રહેલ.
અહેવાલ:- પ્રતિક ભોઈ




