PRANTIJSABARKANTHA

પ્રાંતિજના અમીનપુર ખાતે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરાઇ

સાબરકાંઠા જિલ્લામાં મહિલા અને બાળ વિભાગ ગાંધીનગર ગુજરાત સરકાર દ્વારા નારી વંદન ઉત્સવ-૨૦૨૪ નિમિત્તે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી,જિલ્લા વહીવટી તંત્ર સાબરકાંઠા, પંચાયત વિભાગ, ખેતીવાડી વિભાગ, “ઝઢજી સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે પ્રાતિજના અમીનપર ખાતે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરાઈ હતી. આ કાર્યક્રમમાં પદાધિકારીશ્રી/ અધિકારીશ્રી દ્વારા પંચાયતી રાજ અને સામાજિક અન્વેષણ વિષે સંવાદ કરવામાં આવ્યો હતો. બાલિકા પંચાયતના સરપંચશ્રી તથા સભ્યો સાથે નેતૃત્વ અંગે ઉડાણ પુર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. ખેતીવાડી ક્ષેત્રે અને ડેરી-પશુપાલન ક્ષેત્રે આગવું પ્રદાન આપનાર. મહિલા. ખેડૂતોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં ડેપ્યુટી ડીડીઓશ્રી એ.બી પરમાર, પ્રોગ્રામ ઓફિસરશ્રી.કે.એસ.ચારણ, જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી ડૉ.પી.એસ.ત્રિવેદી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી, સીડીપીઓશ્રી તેમજ દિકરીઓ ઉપસ્થિત રહી હતી.

અહેવાલ:- પ્રતીક ભોઈ પ્રાંતિજ

 

 

Back to top button
error: Content is protected !!