ભ્રષ્ટાચાર વિરુધ્ધ પ્રજામાં જાગૃતિ લાવવા સારૂ સાબરકાંઠા એ.સી.બી.પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલ કામગીરી
ભ્રષ્ટાચાર વિરુધ્ધ પ્રજામાં જાગૃતિ લાવવા સારૂ સાબરકાંઠા એ.સી.બી.પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલ કામગીરી
સાબરકાંઠા એ.સી.બી.પો.સ્ટે.દ્રારા જાહેર-જનતામાં ભ્રષ્ટાચાર વિરોધી અભિગમ ફેલાવવાસારૂ તેમજ લોકોમાં જન-જાગૃતિ લાવવા તથા ભ્રષ્ટાચારની બદીને નાબુદ કરવા સારૂ તાલુકા પંચાયત પોશીના તથા મામલતદાર કચેરી પોશીના ખાતે આવતા જતા અરજદારો/રાહદારીઓને ટોલ ફ્રી નંબર ૧૦૬૪ અંગેના પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યુ અને તાલુકા પંચાયત પોશીના તથા મામલતદાર કચેરી પોશીના ખાતે ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ના સ્ટીકર લગાવવામાં આવ્યા, તેમજ જાહેર જનતાને લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની કામગીરીથી માહીતીગાર કરવામાં આવેલ. કોઇ સરકારી અધિકારી / કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી લાંચની માગણી અંગેની જાણ એ.સી.બી. કચેરીના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ફોન નં. ૦૭૯- ૨૨૮૬૬૭૭૨ ફેક્સ નં. ૦૭૯- ૨૨૮૬૯૨૨૮ ઇ-મેઇલ polstn-acb-sab@gujarat.gov.in ઉપર મોકલી આપવા અથવા કચેરી સમય દરમ્યાન સાબરકાંઠા એ.સી.બી.પો.સ્ટે.ખાતે રૂબરૂ પણ સંપર્ક કરવા તથા સીડી દ્વારા અથવા પેનડ્રાઇવમાં માહીતી મોકલવા નાગરીકોને આહ્વાન કરવામાં આવે છે.