
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
ભ્રષ્ટાચારમાં ખદબદતો અરવલ્લી જિલ્લો : માલપુરમાં વિકાસના કામોમાં મસમોટો ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો, જવાદાર અધિકારીઓ ને જાણ કરવા છતાં તપાસના નામે મીંડું
માલપુરમાં સરકારી વિકાસના કામો માં અમુક વ્યક્તિઓ દ્વારા મોટો ભ્રષ્ટાચાર આચર્યો હોવાના જાગૃત નાગરિકના આક્ષેપો,છેલ્લા કેટલાય મહિના થી રજૂઆત કરનાર અરજદાર ને ધમકી અપાતી હોવાના પણ આક્ષેપો સાથે સરકાર મારી છે અને અધિકારીઓ ટકાવારી લઈને કામ કરે છે કશું નહિ ઉખાડી શકે તું કહી ધમકી મળી હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે જેમાં માલપુરમાં મોટા પ્રમાણ માં ભ્રષ્ટાચાર થયો હોવાની TDO માલપુર DDO સાહેબ અરવલ્લી કલેકટર અરવલ્લી નાઓ ને અરજદારે લેખિત માં પુરાવા સાથે રજૂઆત કરી તો પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેવું જાગૃત નાગરિકે જણાવ્યું હતું અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટાચારની એક નવી કહાની એક તાલુકાની કહાની સાંભળો અરજદારની જુબાનીT D O, D D O, કલેકટર સુધી રજૂઆતો કરવા છતાં ભ્રષ્ટાચાર ની તપાસ ના નામે મીંડુ.





