GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

સાદિક તિજોરીવાલાને લોક જનશક્તિ પાર્ટીના ગુજરાત ઉપપ્રમુખ પદે વરણી.પક્ષે ગર્વ વ્યક્ત કર્યો.

 

તારીખ ૧૮/૦૩/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

લોક જન શક્તિ પાર્ટી (રામવિલાસ) ગુજરાત પ્રદેશ પ્રમુખ આશિષભાઈ પટેલના આદેશથી સાદિકભાઈ તિજોરીવાલાની પ્રદેશ ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરાઇ છે‌.જ્યાં લોક જનશક્તિ પાર્ટીના પ્રદેશ મહામંત્રી વિશાલ મોદી એ જણાવ્યું કે તેઓ સંગઠનને મજબૂત કરવા માટે યોગ્ય કાર્ય કરશે અને આ નેતૃત્વ અન્ય સભ્યો માટે પ્રેરણાસ્ત્રોત બનશે તેવી આશા વ્યક્ત કરી હતી અને નિમણૂક પત્રમાં પક્ષે અભિનંદન પાઠવતા ગર્વની લાગણી વ્યક્ત કરી અને વિશ્વાસ દર્શાવ્યો હતો અને લોક જનશક્તિ પાર્ટી માટે સાદિકભાઇ તિજોરીવાલા બુથ સ્તરે કાર્યકર્તાઓને જોડી સંગઠન વિસ્તારશે. જ્યાં કાર્યકરોએ નિમણૂક આવકારી, આગામી સ્થાનિક-વિધાનસભા ચૂંટણીમાં પક્ષનો પ્રભાવ વધારવા સામૂહિક સંકલ્પ વ્યક્ત કર્યો હતો જ્યાં સાદિક મલેકે રાજ્ય પ્રમુખ આશિષ પટેલ અને મુખ્ય સચિવ વિશાલ મોદીનો આભાર માનતા જણાવ્યું કે વિશ્વાસ મૂકવો ગર્વ અને જવાબદારી બંને છે. તેમણે ખાતરી આપી કે બુથ સ્તરે કાર્યકર્તાઓને જોડીને સંગઠનને મજબૂત કરશે, યુવાનો અને શ્રમજીવીઓ તથા ખેડૂત વર્ગ સુધી પક્ષનો વિસ્તાર કરશે.અને પક્ષ માટે સક્રિય ભૂમિકા નિભાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!