સુરેન્દ્રનગરમાં ફટાકડા વેચાણની 26 અરજી કરાઇ નામંજૂર, છતાં 50થી વધુ સ્થળે વેચાણ શરૂ
સ્થળ તપાસ બાદ તંત્ર ફાયર સેફટી હશે તો મંજૂરી આપશે.
તા.15/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સ્થળ તપાસ બાદ તંત્ર ફાયર સેફટી હશે તો મંજૂરી આપશે, સુરેન્દ્રનગરમાં દિવાળીને લઇ ફટાકડાં વેચવા માટે અત્યાર સુધીમાં માત્ર 26 વેપારીઓએ અરજી કરી છે તેની સામે હાલ ઠેરઠેર છૂટક વેચાણ કરતી 50થી વધુ હાટડીઓ ધમધમવા લાગી છે આવેલી અરજીઓ અંગે સ્થળ ચેકિંગ બાદ ફાયર વિભાગ એનઓસી આપશે ગત વર્ષે 28 અરજી આવી હતી દિવાળી પર્વના હવે ગણતરીના દિવસો બાકી છે ફટકડાંના 26 વેપારીઓ દ્વારા પ્રાંતમાં ઓનલાઇન અરજી કરી છે જેનું તંત્ર દ્વારા ચેકિંગ કર્યા બાદ નિયમોનુ જો પાલન થતુ હોય તો જ એનઓસી અપાય છે પરંતુ શહેરમાં લોકો વગર મંજુરીએ જ ફટાકડાનુ વેચાણ કરી રહ્યા છે સુરેન્દ્રનગર શહેરમાં બજાર વિસ્તાર ઉપરાંત સોસાયટી વિસ્તારોમાં, મુખ્ય માર્ગો પર મુખ્ય બજાર ગણાતા રસ્તાઓ મહેતા માર્કેટ, પતરાવાળી ચોક, હેન્ડલુમ રોડ સહિતના રસ્તે નાના મોટા વેપારીઓ દ્વારા લારીઓમાં ફટાકડા વેચાણ કરતા હોવાનુ જોવા મળી રહ્યુ છે ફાયર વિભાગ 2200 લીટરની ક્ષમતાના 2 નાના અને 12000 લીટરની ક્ષમતાના 5 મોટા ફાયર ફાઇટરો તૈયાર કરાય છે 12 ફાયરમેન અને 8 ડ્રાઇવરો સહિત 45લોકોનીની ટીમ રાઉન્ડ ધ ક્લોક તૈયાર રહેશે 02752-282250માં સંપર્ક કરવાનો રહેશે સુરેન્દ્રનગરમાં માત્ર 26 ઓનલાઇન અરજી થઇ છે જેમાં ફાયર સેફ્ટી કિટ (પાણી, રેતીની ડોલની વ્યવસ્થા) તથા ફાયરસેફ્ટી સ્પ્રે બોટલની વ્યવસ્થા રાખવી ફરજિયાત છે જે યોગ્ય હશે તો જ અનુમતી અપાય છે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.કે.ઓઝાએ જાહેર કરેલા પ્રસિદ્ધનામામાં દિવાળીના તહેવારોમાં રાત્રે 8થી 10 સુધી જ ફટકડાં ફોડી શકાશે હંગામી લાયસન્સ લીધા વિના વેન્ડર, લારી ગલ્લાધારકો શેડ બાંધશે તો દંડાત્મક કાર્યવાહી કરાશે સુરેન્દ્રનગરમાં ફટાકડાં વેચાણની 26માંથી એકપણ અરજી મંજૂર નહીં છતાં 50થી વધુ સ્થળે વેચાણ શરૂ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ફટાકડાંનું વેચાણ શરૂ થઇ ગયું છે.