કાલોલ ના ભાદરોલી ખુર્દ ગ્રામ પંચાયતમાં દાખલો લેવાની બાબતે વીસીઈ દ્વારા વેજલપુર પોલીસ મથકે સામી ફરિયાદ

તારીખ ૧૫/૦૩/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
અમૃતમ કાર્ડ કઢાવવા માટે રેશનકાર્ડ માંથી નામ કમી કરાવવાનો દાખલો મેળવવા અસારડી ગામના સમીર કુમાર રાઠોડ પોતાના મિત્રો સાથે કાલોલ તાલુકાના ભાદરોલી ખુર્દ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી પાસે આવ્યા હતા જેથી તલાટી કમ મંત્રીએ બોલાવતા વીસીઇ ઠાકોરસિંહ પરમાર ગ્રામ પંચાયત ખાતે આવ્યા હતા રાશન કાર્ડ માં નામ કમી ના દાખલો લેવા આવનાર અગાઉ પણ અવારનવાર આ દાખલો લેવા માટે આવ્યા હતા અને વીસીઈ દ્વારા તેઓને જરૂરી કાગળો લઈને આવવાનું કહ્યું હતું જેથી કાગળો લાવ્યા છો તેમ પૂછતા તેમની સાથેના પંકજસિંહ તથા હસમુખસિંહ તથા મનોજસિંહ પૈકી હસમુખસિંહ કહેવા લાગ્યા કે તમે મને ઓળખો છો? મેં ભલભલા કર્મચારીઓને સીધા કરી નાખેલ છે તમે કામ કરી આપો. નહીં તો મજા નહિ આવે તેમ કહી માબેન સમાણી ગંદી ગાળો બોલતા હતા જેથી દાખલો મેળવવા માટે આધાર કાર્ડ,લગ્નની કંકોત્રી અથવા મેરેજ સર્ટિફિકેટ ની જરૂર પડે તેવું કહેતા અમારી પાસે કોઈ કાગળ નથી તારે કામ કરવું છે કે નહીં તેમ કહી ઉશ્કેરાઈ જઈને જપાજપી કરી ફરિયાદીની ફેટ પકડી ગાલ ઉપર લાફો મારી દીધેલો જેથી તલાટી દિલીપસિંહ એ તેઓને છોડાવેલ ત્યારબાદ જતા જતા હસમુખ સિંહ ધમકી આપતા હતા દાખલો કાઢી નહીં આપે તો હવે પછી તુ રસ્તામાં મળીશ તો જાનથી મારી નાખીશ જે બાબત વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.





