BANASKANTHAGUJARATPALANPUR

સ્વચ્છતા હી સેવા અભિયાન બનાસકાંઠા જિલ્લો વડગામ તાલુકાના છાપી ખાતે સ્વચ્છતા હી સેવા ૨૦૨૫ અંતર્ગત સ્વચ્છતા માટે શપથ તથા રેલીનું આયોજન કરાયું

20 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

વડગામ તાલુકાના છાપી મુકામે સ્વચ્છતા હી સેવા ૨૦૨૫ અભિયાન અંતર્ગત સ્વચ્છતા શપથ તથા સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કોર્ડિનેટરશ્રી, જિલ્લા MISશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી (ટીડીઓ) ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત અધિકારીઓએ વિદ્યાર્થીઓ અને ગામજનોને સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા માર્ગદર્શન આપ્યું અને સ્વચ્છતા જાળવવા શપથ લેવડાવ્યો.આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ તથા ગામજનો દ્વારા રેલી યોજાઈ હતી જેમાં “સ્વચ્છતા ત્યાં પ્રભુતા”, “સ્વચ્છતા મારી ફરજ” જેવા નારા સાથે સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.સ્થાનિક નાગરિકો, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ આયોજનનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છતા અંગેની જવાબદારી વિકસાવવી અને ગામને વધુ સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાનો હતો.
સ્વચ્છ ભા૨ત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભા૨ત મિશન તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૨૫ થી તા.૨ ઓક્ટોમ્બર ૨૦૨૫ સુધી “સ્વચ્છતા હી સેવા ૨૦૨૫” પખવાડિયાનું આયોજન કરાયું છે. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ સ્વચ્છતા જાળવીને ગામ, તાલુકા અને જિલ્લાને સ્વચ્છતા અભિયાનમાં આગવું સ્થાન અપાવવા સૌને અપીલ કરી હતી.

Back to top button
error: Content is protected !!