ARAVALLIGUJARATMEGHRAJ

શ્રી અમરદીપ ઉ.બુ.આશ્રમ શાળા અંતોલી ખાતે ૧૦ ડે સંકલ્પ હબ અંતર્ગત મેન્સ્ટુઅલ હાઇજીન અવેરનેસ પ્રોગ્રામ યોજવામાં આવ્યો

 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

શ્રી અમરદીપ ઉ.બુ.આશ્રમ શાળા અંતોલી ખાતે ૧૦ ડે સંકલ્પ હબ અંતર્ગત મેન્સ્ટુઅલ હાઇજીન અવેરનેસ પ્રોગ્રામ યોજવામાં આવ્યો

જિલ્લા મહિલા બાળ અધિકારી ની કચેરી અરવલ્લી અને પરિવર્તન ટ્રસ્ટ મેઘરજ ધ્વારા મેઘરજ તા ના અંતોલી ગામ ની શ્રી અમરદીપ ઉ.બુ.આશ્રમ શાળા ખાતે ૧૦ ડે સંકલ્પ હબ અંતર્ગત મેન્સ્ટુઅલ હાઇજીન અવેરનેસ પ્રોગ્રામ યોજવામાં આવ્યો જેમાં જિલ્લા મહિલા બાળ કચેરી ના જેન્ડર સ્પેશિયાલિસ્ટ અકરમભાઇ શેખ,રાધાબેન સોની, શાળા ના સંચાલક નરેશભાઈ ડામોર,જિલ્લા હેલ્થ વિભાગ ના હર્ષિદા બેન ત્રિવેદી ,શાળા ના આચાર્ય પ્રભુદાસ ગરાસિયા પરિવર્તન ટ્રસ્ટ ના મેનેજીંગ ટ્રસ્ટી જગદીશભાઇ પંડ્યા અને વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર મેઘરજ ના બકુલાબેન આંબલીયા ઉપસ્થિત રહ્યા.

આજના કાર્યકમ માં શાળા ની બાળા ઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરેલ. શાળા ના પ્રિન્સિપાલશ્રી દ્વારા ઉપસ્થિત મહેમાનો નું પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું આજના કાર્યક્રમ નો હેતુ પરિવર્તન ટ્રસ્ટ મેઘરજ ના મેનેજીંગ ટ્રસ્ટી એ સમજાવ્યો હતો. જે માં ઉપસ્થિત મહેમાન ઓ માં જિલ્લા આરોગ્ય વિભાગ ના DPHN દ્વારા શાળાની વિદ્યાર્થિનીઓ ને પોષણ અને આહાર તેમજ સમય ની સાથે શારીરિક બદલાવ ની જાણકારી આપી ખોરાક માં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થવો જોઈએ તેની જાણકારી આપી તેમજ DHEW ના જેન્ડર સ્પેશિયાલિસ્ટ દ્વારા જિલ્લા મહિલા બાળ કચેરી દ્વારા ચાલતા DHEW, ૧૮૧ અભયમ,OSC,PBSC, વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર ની કામગીરી ની જાણકારી આપી વિધવા સહાય, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન, વ્હાલી દીકરી યોજના,મહિલા સ્વાવલંબન યોજના ની જાણકારી આપી તેમજ ઉપસ્થિત દીકરીઓ ને મહેમાનઓ ના હસ્તે હાઇજીન કીટ વિતરણ કરવામાં આવ્યું.અને સ્વચ્છતા ના સપથ લેવડાવવામાં આવ્યા.સમગ્ર કાર્યક્રમ નું આયોજન પરિવર્તન ટ્રસ્ટ ના મેનેજીંગ ટ્રસ્ટી જગદીશ ભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવેલ હતું.સમગ્ર કાર્યક્રમ નું એંકરીંગશાળા ના શિક્ષક મહેન્દ્ર ભાઈ પંડ્યા એ કરેલ.કાર્યક્રમ માં શાળાના સ્ટાફ દ્વારા ખૂબ મદદરૂપ થઈ કાર્યક્રમ ને સફળ બનાવવામાં આવ્યો.

Back to top button
error: Content is protected !!