સંતરામપુર મદ્રસા એ ઇસ્લામિયા માં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો.
તારીખ:૧૧/૧૧/૨૦૨૪
મદ્રસા – એ – ઇસ્લામિયહ સંતરામપુર માં કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો.*
__________
અમીન કોઠારી મહીસાગર
_______________
*આજરોજ તારીખ:૧૧/૧૧/૨૦૨૪ ના રોજ મદ્રસા – એ – ઇસ્લામિયહ સંતરામપુર ના પટાંગણમાં પોલીસ સબ ઇન્સ્પેકટર ડિંડોર ના નેજા હેઠળ કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજવામાં આવ્યો.
જેમા મદ્રસા – એ – ઇસ્લામિયહમાં તાલીમ આપતા મૌલાના સાહેબો તથા કમિટીના હોદ્દેદારો/સભ્યો ની હાજરીમાં મદ્રસા – એ – ઇસ્લામિયહનાં તલબા- તલેબાના (બાળકો) ને પોલિસ ઇન્સ્પેક્ટર ડિંડોર એ અભ્યાસ માં કઈ રીતે કાળજી રાખવી,આગળ અભ્યાસ કરી કયા કયા સ્ત્રોતો માં જઈ શકાય તેની ખૂબજ ઉડાણપૂર્વક માહીતી આપી.
આ ઉપરાંત ગુનાખોરી જેવા દુષણોથી કઈ રીતે દૂર રહેવું અને મોબાઈલ નો વધુ પડતો ઉપયોગ ટાળવો અને તેમાંથી હકારાત્મક બાબતો લઈ કારકિર્દી બનાવવા પર ભાર મૂક્યો.
પોલીસનું કામ ફકત કાયદાકીય અને ગુનાખોરી પૂરતું નથી પણ આવા કારકિર્દી માર્ગદર્શન, પોસ્કો જેવા કાર્યક્રમો દ્વારા પોલીસ અને નાગરિકો વચ્ચે હકારત્મક વિશ્વાસ પેદા થાય તેનાં માટે પણ નાગરિકો માટે સતત પ્રયત્નશીલ છીએ તે બાબતે પણ તેમણે વાત કરી,
સાયબર ક્રાઇમ આરોપીઓ કઈ પદ્ધતિ થી નાગરિકો સાથે છેતરપિંડી કરે છે અને આપણે બધાએ કઈ રીતે બચવું જોઈએ તેની ખૂબજ તલસ્પર્શી વાત કરી.
બાળકોને પોતાની કારકિર્દી ઘડવા માટે કયા સ્ત્રોતો ની પસંદગી કરવી તે બાબતે બાળકો સાથે વાર્તાલાપ કરી આભારવિધિ સાથે કાર્યક્રમ પૂરો કરવામા આવ્યો..*♥