AHAVADANGGUJARAT

પ્રવાસી વિદ્યાર્થીનીઓનાં ગુમ થયેલ પર્સ તથા મોબાઈલને ગણતરીનાં કલાકોમાં જ શોધી આપતી સાપુતારા પોલીસની ટીમ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ મહારાષ્ટ્રનાં માલેગાવ નાસિકથી શાળા પ્રવાસમાં સાપુતારા ખાતે ફરવા આવેલ બે વિદ્યાર્થીનીઓનાં ગુમ થયેલ પર્સ તથા મોબાઈલને ગણતરીનાં કલાકોમાં જ શોધી આપતી સાપુતારા પોલીસની ટીમ..

મહારાષ્ટ્ર રાજયની વિદ્યાર્થીનીઓએ ડાંગ જિલ્લા પોલીસ તથા સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલની ઝડપી કામગીરી તથા કોઠાસૂઝને બિરદાવી આભાર વ્યક્ત કર્યો..સાપુતારા 21-09-2024 ડાંગ જિલ્લાનાં પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલ તથા પી.એસ.આઈ.ડી.પી.ચુડાસમાની ટીમે શનિરવીની જાહેર રજાઓમાં સાપુતારા ખાતે આવતા પ્રવાસીઓને કોઈ અગવડતા ન પડે તે માટે પેટ્રોલીંગ હાથ ધર્યું હતુ.તે દરમ્યાન સાપુતારાનાં ટેબલ પોઈંટ ખાતે પોહચતા મહારાષ્ટ્રનાં માલેગાવ નાસિકથી સ્કૂલ પ્રવાસમાં આવેલ બે વિદ્યાર્થીનીઓના પર્સ અને મોબાઈલ ગુમ થયાની રજુઆત મળી હતી.જેથી સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર. એસ.પટેલ દ્વારા તાત્કાલિક ધોરણે ગુમ થયેલ મોબાઈલ અને પર્સની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.સાપુતારા ટેબલ પોઈન્ટ ઉપર માલેગાવ ગર્લ્સ હાઇસ્કુલ (મહારાષ્ટ્ર)ની વિદ્યાર્થીનીઓ પ્રવાસ અર્થે આવી હતી.ત્યારે મોબાઇલ ફોન જેમા રેડમી નોટ 9 પ્રો જેની કિંમત રૂપિયા 15 હજાર તથા  રીઅલમી 11X જેની કિંમત રૂપિયા 10 હજાર આમ બન્ને મોબાઇલ ફોન તથા પર્સ ટેબલ પોઇન્ટ પર કયાંક ગુમ થઈ ગયા હતા.જે અંગેની સાપુતારા પોલીસને જાણ કરવામાં આવતા સાપુતારા પોલીસની ટીમે તાત્કાલિક ધોરણે  ટેકનીકલ સોર્સનાં આધારે પર્સ સહિત બન્ને મોબાઇલ ફોન શોધી કાઢયા હતા.અને વિધ્યાર્થીનીઓને પરત કર્યા હતા.ત્યારે સ્કુલ મેનેજમેન્ટ તથા વિદ્યાર્થીનીઓએ ડાંગ જિલ્લા પોલીસ તથા સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ. આર.એસ.પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.અહી મહારાષ્ટ્રની વિદ્યાર્થીનીઓ સહિત સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા ગુજરાતની ડાંગ પોલીસની કામગીરી બિરદાવતા જણાવ્યુ હતુ કે મહારાષ્ટ્રમાં કોઈ વસ્તુ ખોવાઈ જાય તો તુરંત જ મળતી નથી.જેમાં અમોએ અહી રજુઆત કરતાની સાથે જ સાપુતારા પોલીસની ટીમે અમોને હકારાત્મક જવાબ આપી સંવેદના દાખવી હતી.સાથે સાપુતારા પોલીસની ટીમે ગણતરીનાં કલાકોમાં જ મોબાઈલ અને પર્સ શોધી આપી કાયદા અને વ્યવસ્થાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયુ છે.અને પોલીસની કામગીરી બિરદાવી હતી..

Back to top button
error: Content is protected !!