GUJARATKUTCHNAKHATRANA

“શક્તિ રૂપેણ સંસ્થિતા” થીમ સાથે સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઇસ્કૂલ, નિરોણામાં નવલી નવરાત્રીની ઉલ્લાસભેર ઉજવણી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

નખત્રાણા,તા-૨૬ સપ્ટેમ્બર : સારસ્વતમ સંચાલિત પી.એ. હાઇસ્કૂલ, નિરોણામાં આજ રોજ નવલી નવરાત્રીના ચોથા નોરતે “શક્તિ રૂપેણ સંસ્થિતા” થીમ હેઠળ કન્યા સશક્તિકરણના ઉમદા સંદેશ સાથે મા શક્તિની આનંદમય ઉજવણી યોજાઈ હતી.શાળાના આચાર્યશ્રી, સ્ટાફ મિત્રો તથા તમામ વિદ્યાર્થીઓ દ્વારા સર્વ પ્રથમ મા શારદા અને મા ભારતીની આરતી ઉત્સાહભેર કરાઈ. બાદમાં સંગીતમય ગરબાના તાલે વિદ્યાર્થીઓએ ભક્તિભાવ અને ઉમંગ સાથે મા શક્તિની આરાધના કરી. સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ હર્ષોલ્લાસભેર ભાગ લીધો અને ઉજવણીને વધુ યાદગાર બનાવી.ઉજવણી દરમ્યાન વિવિધ વર્ગોના વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન કર્યુ. ધો. ૯ થી ૧૨ માં ભાઇઓમાં પ્રથમ ત્રણ ક્રમે ભાનુશાલી પૃથ્વી, નઝાર શંકર અને રુદ્ર રાવળ રહ્યા. માધ્યમિક વિભાગમાં બહેનોમાં માતા પાર્વતી, આયર કૃષ્ણા, રબારી રવિલા, આયર જાનવી અને સંધ્યાબા સોઢાએ સ્થાન મેળવ્યું, જ્યારે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં આયર કોમલ, મહેશ્વરી ભૂમિકા, આયર કોમલ વી., બતા વર્ષા અને સોરા ખતુબાઈએ વિજેતા બનેલ હતા. વિશેષ ઇનામ સોઢા હિતેન્દ્રસિંહને અપાયેલ હતુ. નિર્ણાયકો તરીકે શાળાની શિક્ષિકા બહેનો અલ્પાબેન ગોસ્વામી, ભૂમિબેન વોરા, અલ્પાબેન બુચિયા તેમજ ક્રિષ્નાબેન મહેશ્વરીએ સેવાઓ આપેલ હતી. વિજેતાઓને શાળાના આચાર્યશ્રી ડૉ. વિ.એમ.ચૌધરી સાહેબ તથા સમગ્ર સ્ટાફ દ્વારા રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે શાળા પરિવાર દ્વારા સૌ માટે પ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતુ.આ ઉજવણીને સફળ બનાવવા માટે શાળાના વરિષ્ઠ શિક્ષક અલ્પેશભાઈ જાની, કિશનભાઇ પટેલ, રમેશભાઈ ડાભી તેમજ તખતસિંહ સોઢાએ જહેમત ઉઠાવેલ હતી.

Back to top button
error: Content is protected !!