સારસ્વતમ્ સંચાલિત પી.એ.હાઇસ્કૂલ, નિરોણામાં રાષ્ટ્રીય માર્ગ સલામતીની ઉજવણી કરાઇ.
વિદ્યાર્થીઓને ટ્રાફિક અવેરનેસ અંગે માર્ગદર્શન અપાયુ.

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા,તા.૧૩ જાન્યુઆરી : પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લા પોલીસ તંત્રની સૂચનાનુસાર સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઇસ્કૂલ, નિરોણા મધ્યે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ – જાન્યુઆરી ૨૦૨૬ની ઉજવણી કરવામાં આવી હતી. ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MORTH)ની સૂચનાનુસાર “શીખ સે સુરક્ષા, ટેકનોલોજી સે પરિવર્તન” થીમ હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમિયાન નિરોણા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ ગોહિલ સાહેબના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. ક્રિપાલસિંહ ઝાલા તેમજ નિકુલભાઇ રાજપૂતે વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો, માર્ગ સલામતી, હેલ્મેટ અને સીટબેલ્ટના ઉપયોગ તેમજ જવાબદાર વાહન ચલાવવાની મહત્વતા અંગે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવાનો મુખ્ય હેતુ રહેલ હતો.શાળાના આચાર્ય ડો. વી.એમ. ચૌધરી સાહેબનો વિશેષ સાથ સહકાર પ્રાપ્ત થયેલ હતો. કાર્યક્રમની સફળતા માટે NSS ઓફિસર શ્રી રમેશભાઈ ડાભી તેમજ SPC કોમ્યુનિટી પોલીસ ઓફિસર અલ્પેશભાઈ જાનીએ વિશેષ જહેમત ઉઠાવેલ હતી.આ રીતે નિરોણા પોલીસ સ્ટેશન અને હાઇસ્કૂલ દ્વારા આયોજિત માર્ગ સલામતી માસની ઉજવણી વિદ્યાર્થીઓ માટે માહિતીસભર અને જાગૃતિસભર સાબિત થયેલ હતી.





