BHARUCHGUJARATJHAGADIYA

ઝઘડિયા તાલુકામાં નર્મદા નદીમાંથી ઓવરલોડ અને રોયલ્ટી ભર્યા વિના ચાલતા વાહનો બંધ કરાવવા માંગ

ઝઘડિયા તાલુકામાં નર્મદા નદીમાંથી ઓવરલોડ અને રોયલ્ટી ભર્યા વિના ચાલતા વાહનો બંધ કરાવવા માંગ

 

ઝઘડિયાના ભાજપા અગ્રણીએ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજુઆત કરી

 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટમાં લાંબા સમયથી રેત ખનન થાય છે. નર્મદાના પટમાંથી રેતી ભરીને દોડતા વાહનો પૈકી ઘણાં વાહનો ઓવરલોડ જથ્થો ભરીને અને રોયલ્ટી ભર્યા વિના જતા હોવાની વ્યાપક લોકચર્ચાઓ લાંબા સમયથી ઉઠવા પામી છે,ત્યારે ઝઘડિયા તાલુકાના ભાજપા અગ્રણી ભુપેન્દ્રસિંહ રાઠોડે આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજુઆત કરીને ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના ટોઠીદરા તરસાલી પંથકમાં નર્મદામાંથી રેતી ભરીને આવતા ઓવરલોડ અને રોયલ્ટી ભર્યા વિના પસાર થતાં વાહનો બંધ કરાવવા માંગ કરી હતી. તેમણે કરેલ લેખિત રજુઆતમાં જણાવાયા મુજબ રેતીવાહક વાહનો ખુબ મોટીસંખ્યામાં રાજપારડી વિસ્તારમાંથી અવરજવર કરે છે.સાંકડા રસ્તાને કારણે કોઇવાર અકસ્માત થવાની દહેશત પણ રહેલી છે. ઉપરાંત ઘણાં રેતી વાહક વાહનો નિયમોનું ઉલ્લંઘન કરીને ઓવરલોડ જથ્થો ભરીને તેમજ રોયલ્ટી ચોરી કરીને આવજાવ કરતા હોવાનો પણ રજુઆતમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો. વધુમાં જણાવાયું હતું કે આ બાબતે ખાણ ખનિજ વિભાગ અને આરટીઓ દ્વારા આ પંથકમાં ચેક પોસ્ટ બનાવવામાં આવે તો નિયમ ભંગ કરતા વાહનો બંધ થઇ શકે.ઉલ્લેખનીય છેકે ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીમાંથી ભાલોદ પંથકના ટોઠીદરા તરસાલી તેમજ પાણેથા વેલુગામ પંથકમાં લાંબા સમયથી મોટાપાયે રેત ખનન થાય છે. ભીની પાણી નીતરતી રેતીના કારણે રસ્તાઓને પણ નુકશાન થતું હોય છે.

 

ઈરફાનખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!