
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
તા.૨૬ જાન્યુઆરી : માંડવી તાલુકાના નાની ખાખર પાસે આવેલ વિકલાંગ જીવન વિકાસ મંડળ સંચાલિત દિવ્યાંગ આશરાધામ નાની ખાખર ખાતે ૭૭ માં પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવેલ . કાર્યક્રમ ની શરૂઆત માં પ્રીયા ગૌસ્વામી અને જાનવી ગૌસ્વામી બે બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવેલ. ત્યાર બાદ મુખ્ય અતિથિ અને સંસ્થા ના ટ્રસ્ટીશ જાદવજીભાઈ સૈયા ગેલડા ના શુભ હસ્તે ત્રિરંગો લહેરાવવામાં આવેલ.સંસ્થામાં રહેતાં દિવ્યાંગ અંત્યવાશીઓ તેમજ આસપાસ વિસ્તારમાંથી આવેલ દિવ્યાંગો દ્વારા સમૂહ માં સલામી સાથે રાષ્ટ્રગાન ગાવામાં આવેલ. આ પ્રસંગે સંસ્થાના મંત્રી હોથુજી પી જાડેજા, અજીતસિંહ સમા,માનસંગજી સોઢા, કુસુમબેન ગાલા , નાનજીભાઈ કોલી વગેરે ટ્રસ્ટી ઓ ઉપસ્થિત રહેલ. આમ હર્ષભેર પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવેલ.






