GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
વેજલપુર ના જોડીયાકુવા પ્રાથમિક શાળામાં સરપંચ દ્વારા બાળકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને સ્વેટર વિતરણ કરાયા.

તારીખ ૧૮/૧૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર જોડીયાકુવા ખાતે આવેલ પ્રાથમિક શાળામાં દાતા સુગરીબેન નાયક સરપંચ વેજલપુર થતા આચાર્ય તેમજ સામાજિક આગેવાનો સહયોગ દ્વારા શાળા માં અભ્યાસ કરતા બાળકોની ચિંતા કરીને આવી હાથ પગ ધ્રુજાવી દેવી કાતિલ ઠંડીમાં બાળકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને પોતાના વિસ્તારમાં આવેલી જોડીયાકુવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે પોતાના ખર્ચે સ્વેટર વિતરણ કાર્યક્રમ આજ રોજ કરવામાં આવ્યો હતો જેમાં વેજલપુર ગામ પંચાયતના સરપંચ તેમજ દાતાઓના સહયોગ થકીજ આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં આજ રોજ સ્વેટર વિતરણ કાર્યક્રમમાં રમેશભાઈ ચૌહાણ, ઇકબાલ ભાઓ બગલી, નટુભાઈ પરમાર (PRI સભ્ય) તેમજ શાળા ના આચાર્ય નીતાબેન પટેલ દ્વારા બાળકોના સ્વાસ્થ્યની ચિંતા કરી સ્વેટર વિતરણ કરવામાં આવ્યા હતો.





