DAHODGUJARAT

ધાનપુર પો.સ્ટે. વિસ્તારના ઉંડાર ગામના સરપંચ ફળીયામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા બોગસ તબીબને ઝડપીયો

તા.૧૮.૦૧.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dhanpur:ધાનપુર પો.સ્ટે. વિસ્તારના ઉંડાર ગામના સરપંચ ફળીયામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા બોગસ તબીબને મેડીકલને લગતી સાધન સામગ્રી તથા મેડીસીન (દવાઓ) ઓના કુલ રૂા.૧,૦૦,૪૩૫.૭/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી દાહોદ એસ.ઓ.જી. શાખા

આજરોજ શનિવાર 10.30 કલ્લાકએ વાત કરીયેતો એસ.ઓ.જી.શાખા દાહોદના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન SOG ના માણસોને બાતમી હકિકત મળી કે, ઉંડાર ગામના સરપંચ ફળીયામાં રહેતા અભેસિંગભાઇ વસાભાઇ ભાભોરના મકાનમાં એક બોગસ તબીબ પોરવાસ સંતોષ બિસ્વાસ મેડીકલ ડીગ્રી કે પ્રમાણપત્ર નહીં હોવા છતાં નામ વગરનું ક્લિનિક ખોલી લોકોની સારવાર કરે છે તેવી સચોટ બાતમી મળેલ જે આધારે એસ.ઓ.જી. દાહોદ ટીમ દ્વારા સ્થળ ઉપર રેઇડ કરતા હકિકતવાળો ઇસમ પોરવાસ સંતોષ બિસ્વાસ રહે.જીવનદિપ સોસાયટી તા.જી. દાહોદ મુળ રહે. કેઉટીયા મોન્ટુ કોલોની બાસુદેબીપુર પો.સ્ટે. કેઉટીયા, તા.જી. ઉત્તર ૨૪ પરગણા વેસ્ટ બંગાળ (કલકત્તા) વાળો ક્લિનિકમાં દર્દીઓની સારવાર કરતો મળી આવેલ જેથી મેડીકલ ઓફિસરને સ્થળ ઉપર બોલાવી જગ્યાની તપાસ કરતા કિ.રૂ. ૧,૦૦,૪૩૫.૭/- ની જુદા-જુદા પ્રકારની દવા, ગોળી, બોટલો, ઇન્જેકશનો તથા અન્ય મેડીકલ દવા સારવાર કરવાના સાધન-સામગ્રી મળી આવેલ જે કબજે લઇ સદરહું ઇસમ વિરુધ્ધ લોકોના સ્વાસ્થય સાથે ચેડાં કરવા બદલ બી.એન.એસ. કલમ ૧૨૫ તથા ધી ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એકટ ૧૯૬૩ ની કલમ 30,33 મુજબ કાયદેસર કાર્યવાહી કરવા સારૂ ધાનપુર પો.સ્ટે. ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ

Back to top button
error: Content is protected !!