BANASKANTHAGUJARATLAKHANI

લાખણી તાલુકાના સંરપંચો એ16 મા નાણાપંચ મા ગ્રામ પંચાયત ની સતા યથાવત રાખવા આવેદન પત્ર આપ્યું

નારણ ગોહિલ લાખણી

વાવ થરાદ જીલ્લાના લાખણી તાલુકાના સરપંચોએ મામલતદાર કચેરી એ આવેદન પત્ર આપી 15 માં નાણાંપંચ મુજબ 16 માં નાણાંપંચ માં વિકાસ કામોનું આયોજન અને કામગીરી પંચાયત હસ્તક રાખવા માંગ કરવામાં આવી છે.સરકાર દ્વારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના આયોજનમાં છ લાખથી વધુની રકમના કામો અંગે જે જોગવાઈ અને આયોજનની પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી રહી છે, તેવી જ જોગવાઈ ગ્રામ પંચાયતના 16મા નાણાપંચના આયોજનમાં પણ લાગુ કરવાની વિચારણા ચાલી રહી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ જોગવાઈ ગ્રામ પંચાયતો માટે લાગુ ન કરવામાં આવે અને 15મા નાણાપંચની જેમ જ સરપંચ તથા ગ્રામ પંચાયતને વિકાસના કામોના આયોજન અને અમલીકરણ કામ કરવાની સત્તા યથાવત રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

ગ્રામ પંચાયતના વિસ્તારમાં સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિ અને ગ્રામજનોની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. અનેક ગામોમાં વિવિધ સમાજના મહોલ્લા તથા વિસ્તારોમાં એક લાખથી પાંચ લાખ રૂપિયા સુધીના નાના-મોટા અત્યંત જરૂરી વિકાસ કામોની જરૂરિયાત રહે છે. જેમાં ગટર લાઇન, પાણીની ટાંકી, કમ્પાઉન્ડ વોલ, સીસી રોડ, વરસાદી પાણીના નિકાલ સહિતના કામોનો સમાવેશ થાય છે.

સરપંચો અને ગ્રામ પંચાયતના આગેવાનોના જણાવ્યા મુજબ, જો 16મા નાણાપંચમાં છ લાખથી વધુના કામોનું આયોજન કરવાની જોગવાઈ લાગુ કરવામાં આવશે તો ગ્રામ પંચાયતને મળતી મૂળ વિકાસ ગ્રાન્ટમાંથી એક ગામમાં માત્ર બે થી ત્રણ જેટલા કામો જ હાથ ધરી શકાશે. પરિણામે ગામના વિવિધ સમાજના મહોલ્લા અને વિસ્તારોમાં જરૂરી નાના વિકાસ કામો લાંબા સમય સુધી થઈ શકશે નહીં અને ગામના સર્વાંગી તથા સંતુલિત વિકાસને અસર થવાની શક્યતા છે.

સરપંચોના જણાવ્યા મુજબ, “16મા નાણાપંચમાં 15મા નાણાપંચ મુજબ જ ગ્રામ પંચાયત અને સરપંચ ને વિકાસ કામોના આયોજન તથા કામગીરીની સત્તા યથાવત રાખવામાં આવે.અને છ લાખથી વધુના કામોની જોગવાઈ ગ્રામ પંચાયતો પર લાદવામાં ન આવે.

આ માંગણી અંગે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે અને અગાઉની વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવશે તો સરપંચો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે

Back to top button
error: Content is protected !!