ગુજરાત રાજ્ય યોગ બોડૅ અંતગૅત સમર યોગ કેમ્પનું થયેલ આયોજન
19 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
ગુજરાત રાજ્ય યોગ બોડૅ અંતગૅત સમર યોગ કેમ્પનું થયેલ આયોજન ગુજરાત રાજ્ય યોગ બોડૅ અંતગૅત અને શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એન.પી.પટેલ આર્ટ્સ એન્ડ એસ.એ.પટેલ કોમર્સ કોલેજ સંલગ્ન આદર્શ યોગ ડિપ્લોમા અભ્યાસકેન્દ્ર પાલનપુરના યજમાનપદે સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતગૅત ચેરમેનશ્રી યોગ સેવક શીશપાલ સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત સમર યોગ કેમ્પનું તારીખ :-16/05/2025 થી 30/05/2025 દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે જેમાં 7 વર્ષથી 15 વર્ષ દરમિયાન બાળકોને સમાવેશ કરવામાં આવ્યો છે. આજના આધુનિક યુગમાં બાળકો વધુ પડતો મોબાઈલનો ઉપયોગ કરે છે. અને ગ્રાઉન્ડ પર રમત રમવાનું પણ ભૂલી ગયા છે. તેવા સંજોગોમાં સમર યોગ કેમ્પ થકી બાળકોને સંસ્કાર સિંચન કરવામા આવે તે માટે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ખાતે કુલ 02 સમર યોગ કેમ્પનું આયોજન થયેલ છે.1) આદર્શ કેમ્પસ ડેરી રોડ પાલનપુર ખાતે અને 2) સિલ્વર બેલ્સ સ્કૂલ પાલનપુર ખાતે સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમા આસન પ્રાણાયામ સૂર્ય નમસ્કાર ભગવદ્ ગીતાના શ્લોકોનુ અને મંત્રોનું પઠન કરાવવામાં આવે છે.બાળકોને ગ્રાઉન્ડ પરની રમતો દ્રારા મનોરંજન પૂરું પાડવામાં આવે છે. સમર યોગ કેમ્પની અભ્યાસક્રમની પુસ્તક અને યોગ ચિત્રપોથીનુ વિતરણ પણ કરવામાં આવ્યું છે.બાળકોને પોષ્ટીક નાસ્તો પણ રોજ આપવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ખાતે સમર યોગ કેમ્પનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોડૅના બનાસકાંઠા જિલ્લાના ઈસ્ટ વિભાગના કૉ.ઓડિનેટરશ્રી નીતાબેન માગૅદશૅન હેઠળ અને સમર યોગ કેમ્પના સંચાલનશ્રી નીતાબેન ઠાકોર, યોગ કોચ વિષ્ણુભાઈ, ડૉ.દિપ્તીબેન, યોગ ટ્રેનરશ્રીઓ પ્રિયંકાબેન, અચૅનાબેન, વાલજીભાઈ દ્રારા યોગાભ્યાસ કરાવવામાં આવે છે.અને સમગ્ર સમર યોગ કેમ્પ દરમિયાન ગુજરાત રાજ્ય યોગ બોડૅ સાથે જોડાયેલા કોચશ્રી ઈશ્વરભાઈ સુધાબેન, તારાબા બારડ, અને યોગ ટ્રેનરોશ્રીઓ અને ગુજરાત રાજ્ય યોગ બોડૅ સાથે જોડાયેલા છે તેવા યોગ કોચશ્રીઓ ટ્રેનરશ્રીઓ સમગ્ર યોગ ટીમના જ્ઞાનનો લાભ બાળકોને વધુને વધુ પ્રાપ્ત થનાર છે.