ઝઘડીયા તાલુકાના વલી, કોલયાપાડા થી વણખુટાપાડા સુધીના બની રહેલ નવનિર્મિત માર્ગનું સાંસદે નિરીક્ષણ કર્યું
ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વલીગામ થી કોલીયાપાડા, વણખુટાપાડા એમ ઝઘડીયા અને નેત્રંગ તાલુકાને જોડતા માર્ગનું કામ ચાલી રહ્યું છે જે માર્ગ નું ભરુચ ના સાંસદ મનસુખ ભાઈ વસાવા એ સ્થળ નિરીક્ષણ કર્યું હતું, તેઓએ જણાવ્યું હતું કે આ માર્ગ પર પ્રથમ લેયરમાં હલકી ગુણવત્તાનું કામ થતું હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા જે રીતે મેટલિંગ નો ઉપયોગ થવો જોઈએ તે થતો નથી અને તેઓ એ જણાવ્યું હતું કે રોડમા પાયાનું કામ જો નબળું હોય તો રોડ લાંબો સમય ટકવાનો નથી વધુમાં સાંસદ એ જણાવતા કહ્યું હતું કે રોડમાં પાયાનું કામ નબળું થતું હોવાથી રોડ તૂટી જવાની સંભાવના રહેલી છે, સાંસદ દ્વારા કોન્ટ્રાક્ટર તેમજ ડેપ્યુટી એન્જિનિયર ના ઓને સ્થળ પર બોલાવી કેટલાક સૂચનો કર્યા હતા,ત્યાર બાદ ઈજનેર દ્વારા કામનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું,ઈજનેર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ માર્ગના કામમાં જે પણ ખામી હશે તે સુધારી લેવામાં આવશે
ઈરફાનખત્રી
રાજપારડી