GUJARATKUTCHMANDAVI

કચ્છ જિલ્લામાં ૧૭૦૯ પ્રાથમિક શાળાઓમા અને ૨૯૪ માધ્યમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમો યોજાયા.

ધો.૧માં ૫૭૯૭, ધો.૯ માં ૨૦૩૮૭ તથા ધો.૧૧માં ૬૯૭૪ બાળકોએ શાળા પ્રવેશ કર્યો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

આંગણવાડી / બાલમંદિરમાં ૬૫૭૯ બાળકો જ્યારે બાલવાટિકામાં ૧૯૧૧૧ બાળકોએ પ્રવેશ મેળવ્યો

માંડવી ,તા-૩૦ જૂન : કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ – ૨૦૨૫ અંતર્ગત કચ્છ જિલ્લામાં ૧૭૦૯ પ્રાથમિક શાળાઓમા અને ૨૯૪ માધ્યમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમો યોજાયા હતા. કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ શાળા કક્ષાએથી વિદ્યાર્થીઓના વાલીઓ અને એસ.એમ.સી./એસ.એમ.ડી.સી.ના સભ્યો, ગ્રામ પંચાયત, તાલુકા-જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ દ્વારા ભૂલકાઓને ઉત્સાહભેર શાળા પ્રવેશ અપાયો હતો. શાળા પ્રવેશોત્સવ દરમિયાન દાતાઓએ રોકડ તથા વસ્તુ સ્વરૂપે દાનની સરવાણી વહેડાવતા અંદાજિત રૂ.૪૧૬૨૦૬૬નું દાન પ્રાપ્ત થયું હતું.શાળા પ્રવેશોત્સવ દરમિયાન આંગણવાડી, બાલવાટિકા, ધો.૧, ધો.૯ તથા ધો.૧૧માં હોંશભેર પ્રવેશ મેળવ્યો હતો. જે અન્વયે ૩૮૪૭ મહાનુભાવોએ શાળામાં ઉપસ્થિત રહીને બાળકોને શાળામાં પા પા પગલી કરાવી હતી. તેમજ ૨૧૪૭૪૨ SMC/SMDCના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તેવા નિર્ધાર સાથે રાજ્ય સરકાર વિવિધ પ્રયાસ કરી રહી છે ત્યારે કચ્છમાં આંગણવાડી / બાલમંદિરમાં ૬૫૭૯ બાળકોનું નામાંકન જ્યારે બાલવાટિકામાં ૧૯૧૧૧ બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે ધો.૧માં નવા દાખલ થયેલા ૫૪૯૮ બાળકો સાથે ૨૯૯ બાળકોએ પુન : પ્રવેશ મેળવ્યો હતો. ધો.૯ માં ૨૦૩૭૨ બાળકો જ્યારે ધો.૧૧ માં ૬૯૭૪ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. આ સાથે જ ૭૩ દિવ્યાંગ બાળકોનું નામાંકન પણ કરવામાં આવ્યું હતું.શાળા પ્રવેશોત્સવ દરમિયાન ૧૭ શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશન સુવિધાની શરૂઆત કરવામા આવી છે. તેમજ ૧૪૧ કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ ચૂકવવામાં આવ્યા હતા. બાળકોના શાળા પ્રવેશ દરમિયાન દાતાઓ મન મૂકીને વરસતા રોકડ અને વસ્તુ સ્વરૂપે અંદાજિત રૂ. ૪૧,૬૨,૦૬૬નો લોકસહકાર / દાન પ્રાપ્ત થયું હતું. કાર્યક્રમો દરમિયાન મોટી સંખ્યામાં દરેક શાળાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. શાળાઓમાં ડ્રોપ આઉટ ઘટાડવા વાલીઓને જાગૃત કરવા માટે પણ કામગીરી કરવામાં આવી હતી જે શાળાઓનું બિલ્ડીંગ કે વર્ગખંડો નવા બનાવવામાં આવ્યું હોય ત્યાં લોકાર્પણની કામગીરી કરવામાં આવી છે. શાળાઓમાં ઉપલબ્ધ અન્ય સુવિધાઓ જેવી કે કમ્પ્યૂટર લેબ, સ્માર્ટ ક્લાસ વગેરેનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. CET, NMMS, ખેલમહાકુંભ, ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે શિક્ષણતંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!