ANANDANAND CITY / TALUKOGUJARAT

પ્રા. શાળા તોલવડ ભાદરણમા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી.

પ્રા. શાળા તોલવડ ભાદરણમા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી.

તાહિર મેમણ – 27/06/2024-:આજ રોજ પ્રાથમિક શાળા તોલવડ મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી ડૉ. કે. એન. ત્રિવેદી સાહેબ (અંગત સચિવ આરોગ્ય મંત્રી ગુ. રાજ્ય. ગાંધીનગર), શ્રી ડૉ. સુભાષભાઈ પ્રજાપતિ સાહેબ (જિલ્લા આરોગ્ય અધિકારી. આણંદ), બહેન શ્રી કવિતાબેન સુરાણી(સી.આર.સી.કૉ.ઓર્ડિનેટર .(ભાદરણ) શ્રી નિલેશકુમાર રાઠોડ સ્પેશિયલ એજ્યુકેટર ભાદરણ ,આંગણવાડી સુપરવાઇઝર બહેન શ્રી, શાળા ના મુખ્ય દાતાશ્રી પરેશભાઈ પટેલ, ગામના અગ્રણી વ્યક્તિ મયંકભાઇ પટેલ,એસ.એમ.સી.પરિવાર , સૌ વાલીગણ તમામ શ્રીઓ હાજર રહ્યા હતા. અને સમગ્ર કાર્યક્રમ ને એક સુંદર રીતે પરિપૂર્ણ કરવામાં સાથ સહકાર આપ્યો. તે બદલ તમામ વિધ્યાર્થીઓ અને શાળા પરિવાર આપ સૌ નો અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કરે છે.આ સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન ધોરણ ૮ ના વિધ્યાર્થી અને વિધ્યાર્થીની ધ્વારા કરવામાં આવ્યું હતું. સર્વ પ્રથમ કાર્યક્રમ ની શરૂઆત ધોરણ ૭ ની વિધ્યાર્થીનીઓ ધ્વારા પ્રાર્થના થી કરવામાં આવી ત્યારબાદ પધારેલા તમામ મહેમાન શ્રી ઓ નુ પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું. દિપ પ્રાગટ્ય કરીને આંગણવાડી અને બાલવાટીકા ના નાના ભુલકાઓ ને કંકુ-તિલક થી વધાવી ને મહેમાન શ્રી ના હસ્તે શૈક્ષણિક કીટ આપી ને સ્વાગત કરવામાં આવ્યું. શાળા મા વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્ત કરેલ તમામ વિધ્યાર્થીઓ ને પ્રોત્સાહન ભેટ આપી ને મુખ્ય દાતાશ્રી(જયનાબેન, માનસીબેન,ગુન્જનબેન અને હનસ્વીબેન) (U. S. A) હસ્તે :પરેશભાઈ પટેલ(પરેશકાકા)અને મહેમાન શ્રી ના હસ્તે વિધ્યાર્થીઓ ને ચોપડા અને નોટબુક નુ વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમ ના મુખ્ય મહેમાન શ્રી ધ્વારા કાર્યક્રમ ને અનુરૂપ શાબ્દિક ઉદબોધન કરવામાં આવ્યું અંતમાં શાળા ના શિક્ષક શ્રી કમલકુમાર. શર્મા. ધ્વારા આભારવિધિ કરવામાં આવી અને વ્રૃક્ષારોપણ કરવામાં આવ્યું.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button