કેશોદ મામલતદાર કચેરી તથા એન.ડી.આર.એફ. ની ટીમ દ્વારા કેશોદ શહેરમાં આવેલ સિદ્ધાર્થ હાઈસ્કૂલ ખાતે કોમ્યુનિટી અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત “School Safety Seminar” નું આયોજન કરવામાં આવ્યું હતું.તેમાં એન.ડી.આર.એફ. ની ટીમ દ્વારા કુદરતી કે માનવસર્જીત આપત્તિઓ સમયે રાહત, બચાવની કાર્યવાહી કઇ રીતે કરવી તે અંગેની વિસ્તૃત માહિતી આપવવામાંં આવી હતી. તેમજ લાઇવ ડેમો દ્વારા શાળાના બાળકો અને સ્ટાફને તાલીમ આપવામાં આવી હતી અને આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.ત્યારબાદ શાળાને એન.ડી.આર.એફ. ટીમ દ્વારા જરૂરી સંસાધનોની કીટ વિતરણ કરવામાં આવી હતી. ઉક્ત સેમિનારમાં શાળાના આશરે ૩૦૦ વિદ્યાર્થીઓ, સ્ટાફ મિત્રો સહિત ૩૨૫ વ્યકિતઓએ ભાગ લીધો હતો.
રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ