GUJARATKUTCHMANDAVI

કચ્છ જિલ્લામાં શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરાઇ.

વિદ્યાર્થીઓને ભૂકંપ, આગ અકસ્માત, પૂર, માર્ગ સલામતી જેવા વિવિધ વિષયો પર મોકડ્રીલ સાથે તાલીમ યોજીને માર્ગદર્શન આપવામાં આવ્યું

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશભાઈ મહેશ્વરી – માંડવી કચ્છ

માંડવી,તા-૨૬ જાન્યુઆરી : કચ્છ જિલ્લા કલેકટર કચેરીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા કચ્છ જિલ્લામાં શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.રાજ્યકક્ષાએથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વંદે ગુજરાતથી આપત્તિ વ્યવસ્થાપન વિશે વીડિયો સંદેશના માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકગણને યોગ્ય માર્ગદર્શન આપી ગુજરાત રાજ્યમાં શાળા સલામતી સપ્તાહ-૨૦૨૫નો શુભારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત જિલ્લામાં ૧૬૫૮ પ્રાથમિક શાળામાં શાળા સલામતી સપ્તાહ અને ૪૧ પ્રાથમિક શાળામાં મેગા ઇવેન્ટ આયોજન આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને ભૂકંપ, આગ અકસ્માત, પૂર, માર્ગ સલામતી જેવા વિવિધ વિષયો ઉપર ફાયર વિભાગ, ઇંડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ, ૧૦૮ ઈમરજન્સી સેવા, રિલાયન્સ ફાઉન્ડેશન, ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત ગેસ અને આપદામિત્રોના સહયોગથી તાલીમ અને મોકડ્રિલ યોજીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સપ્તાહ દરમ્યાન આપત્તિ વ્યવસ્થાપન વિષયક ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, વીડિઓ નિર્દશન, પોસ્ટર પ્રદર્શનીનું આયોજન જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં કરવામાં આવ્યું.

Back to top button
error: Content is protected !!