GANDHIDHAMGUJARATKUTCH

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેના પૂર્વ કચ્છ આમ આદમી પાર્ટીના ઉમેદવારોનું સ્ક્રિનિંગ કેમ્પ ગાંધીધામ ખાતે યોજાયો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.

ગાંધીધામ,તા-૨૯ માર્ચ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ઉમેદવારોની પસંદગી માટે પૂર્વ કચ્છ આમ આદમી પાર્ટી દ્વારા કચ્છના કાર્યકારી અધ્યક્ષ કૈલાસદાન ગઢવી અને પૂર્વ કચ્છ આમ આદમી પાર્ટીના પ્રમુખ ડો. કાયનાત અન્સારી આથા ની અધ્યક્ષતામાં સ્ક્રિનિંગ કેમ્પ યોજવામાં આવ્યો હતો.અંજાર, ગાંધીધામ, રાપર વિધાનસભા વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં લોકોએ હાજર રહી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. પૂર્વ કચ્છ આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શુરુ કરવામાં આવી છે. આ સ્ક્રિનિંગ પ્રક્રિયામાં મહા મંત્રી નિલેશ મેહતા, ગજરાજસિંહ રાણા, શક્તિસિંહ જાડેજા, રાયસીંભાઈ, સંજય સરિયાંલા તથા બહોળી સંખ્યામાં ઉમેદવારી નોંધાવા લોકો હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!