CHHOTA UDAIPURGUJARATNASAVADI
નસવાડી ખાતે ભારત સરકાર સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દિવ્યાંગ સશક્તિકરણ વિભાગ દ્રારા દિવ્યાંગોને સાધન સહાય કીટ વિતરણ નો કાર્યક્રમ યોજાયો

મુકેશ પરમાર નસવાડી
નસવાડી રેવા જીન મા ભારત સરકાર સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય હસ્તકના દિવ્યાંગ જન સશક્તિકરણ વિભાગ દ્રારા વડાપ્રધાન ના 75 મા જન્મદિવસ નિમિતે દેશના વિવિધ 75 તાલુકામાં સાધન કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જે જેના ભાગ રૂપે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી અને કવાંટ તાલુકાના દિવ્યાંગો ને સાધન સહાય કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં
દિવ્યાંગો ને કાનના મશીન,બગલ ઘોડી, બેટરી વાળી મોટરાઇઝ ટ્રાઈસિકલ,CP ચેર,વ્હીલ ચેર,બ્લાઈન્ડ સ્ટીક, જેવા 9 જેટલા પ્રકારના સાધનો વિતરણ કરવામાં આવ્યા હતા કવાંટ તાલુકાના 111 દિવ્યાંગ લાભાર્થીઓને રૂપિયા 13,77,354 રૂપિયાના ખર્ચે 216 જેટલાં સાધન કીટ વિતરણ કરવામા આવ્યા હતા જયારે નસવાડી તાલુકાના 131 દિવ્યાંગ લાભાર્થીઓને10,11,256 રૂપિયાની ખર્ચે 131 સાધન કીટ વિતરણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમા પૂર્વ લોકસભા સાંસદ ગીતાબેન રાઠવા, સંખેડા ધારાસભ્ય અભેસિંગ તડવી, નસવાડી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા






