વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા, નાયબ પોલીસ અધિક્ષકોમાં એસ.જી.પાટીલ,જયદીપ સરવૈયાનાં માર્ગદર્શન હેઠળ નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં ડાંગ એસ.ઓ.જીનાં પી.એસ.આઈ એમ.જી.શેખ દ્વારા ઉપસ્થિત પોલીસ કર્મીઓને નશામુક્ત ભારત અંગે માર્ગદર્શન આપી સુરક્ષાકર્મીઓએ નશા જેવી આદતોથી દૂર રહેવા માટે અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રામ રક્ષક દળના જવાનોએ નશા મુક્તિની પ્રતિજ્ઞા લીધી હતી.આ કાર્યક્રમ દ્વારા જિલ્લામાં નશા વિરુદ્ધની લડતને વેગ મળશે તેવી આશા સેવાઈ રહી છે.ડાંગ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા નશાખોરીને નાબૂદ કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.આ પ્રતિજ્ઞા દ્વારા પોલીસ કર્મચારીઓએ નશાથી દૂર રાખવાની સાથે સાથે અન્ય લોકોને પણ નશાથી દૂર રહેવા માટે પ્રેરિત કરવાનો સંકલ્પ લીધો હતો.આ કાર્યક્રમમાં પોલીસ અઘિકારીઓ સહિત અન્ય પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા..