શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલ, માલણના એન.એસ.એસ.યુનિટ દ્વારા સીડબોલ પલાન્ટેશન કાર્યક્રમ યોજાયો

1 ઓગસ્ટ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલ, માલણના એન.એસ.એસ.યુનિટ દ્વારા સીડબોલ પલાન્ટેશન કાર્યક્રમ યોજાયો.શેઠ શ્રી ટી.પી.હાઈસ્કૂલ, માલણના એનએસએસ એકમ અને બનાસ ડેરી દ્વારા આયોજિત કાર્યક્રમ “ગ્રીન અરાવલી અભિયાન” અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ અને પર્વતીય વિસ્તારોને પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના ઉદ્દેશ્ય સાથે અરવલ્લીની પર્વતમાળાઓમાં આવેલ સાંકડેશ્વરીના પર્વતોમાં સીડ બોલ પલાન્ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બનાસ ડેરી દ્વારા આયોજિત ગ્રીન અરાવલી અભિયાનના ડાયરેકટર ડો.અશોકભાઈ પટેલના સહયોગથી સફળતાપૂર્વક યોજાયો હતો. જેમને સિડબોલ શા માટે બનાવવામાં આવે છે અને તેનાથી થતા ફાયદાઓ વિશે એન.એસ.એસ. ના સ્વયંસેવકોને તેની વિગતવાર માહિતી આપી હતી.
આ કાર્યક્રમ દરમિયાન એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક વિવિધ દેશી વૃક્ષોના બીજ ધરાવતા સીડ બોલનું પર્વતીય વિસ્તારમાં વાવેતર કર્યું. આ પ્રવૃત્તિનો મુખ્ય હેતુ વરસાદી ઋતુમાં વધુમાં વધુ વૃક્ષોનું સંવર્ધન થાય, પર્યાવરણનું જતન થાય અને જૈવિક વૈવિધ્યમાં વધારો થાય તે હતો.કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પર્યાવરણ જાળવણી, વૃક્ષારોપણનું મહત્વ તથા પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ શ્રમદાન કરીને પર્યાવરણ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ સમગ્ર કાર્યક્રમ બનાસ ડેરીના સહયોગ, શાળાના આચાર્યશ્રી, એન.એસ.એસ. કાર્યક્રમ અધિકારી તથા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયો. કાર્યક્રમના અંતે સૌએ વધુમાં વધુ વૃક્ષો ઉછેરવા અને પર્યાવરણ સંરક્ષણ માટે સતત કાર્યરત રહેવાનો સંકલ્પ કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના આચારીશ્રી ડો.રાજેશ પ્રજાપતિએ અભિનંદન પાઠવ્યા હતા.





