MORBI:મોરબી જિલ્લા વિવિધ તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન; શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી

MORBI:મોરબી જિલ્લા વિવિધ તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન; શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી
આદર્શ ભાવિ પેઢીના સર્જક છે શિક્ષકો; જેમના પ્રયાસો થકી ઉદ્યોગનગરી મોરબી જિલ્લો વિદ્યાનગરી બની રહ્યો છે
૫ સપ્ટેમ્બરની શિક્ષક દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે મોરબી જિલ્લામાં અનેક શિક્ષકો શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યા છે. ત્યારે ચાલો જાણીએ આ વર્ષે મોરબીના વિવિધ તાલુકાઓમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું સન્માન પ્રાપ્ત કરનાર મોરબી જિલ્લાના ગૌરવરૂપ શિક્ષકોને કે જેમના જેવા અનેક આદર્શ શિક્ષકો થકી ઉદ્યોગનગરી મોરબી જિલ્લો વિદ્યાનગરી બની રહ્યો છે.
શ્રી પીઠડીયા પરેશકુમાર પ્રવિણભાઈ ૨૭/૦૩/૨૦૧૭ ના રોજ મોરબી જિલ્લાનાં માળિયા(મી) તાલુકામાં આવેલ શ્રી મોટાભેલા પ્રાથમિક શાળામાં શિક્ષક(૬ થી ૮) તરીકે નિમણૂંક પામેલ. નોકરીની શરુઆતથી જ તેઓ ધોરણ ૬, ૭ અને ૮ નાં વર્ગ સંભાળે છે. બાળકો શિક્ષણમાં વધુ રસ કેળવે તે માટે અવનવી પ્રવૃત્તિઓ અને રમતો દ્વારા જ્ઞાન આપે છે અને અવનવા પ્રવૃત્તિ સાથે પ્રોજેક્ટ કાર્ય બાળકો ને સોંપે છે શિક્ષણમાં ટેકનોલોજીના ઉપયોગથી શિક્ષણને વધુ રસમય અને પ્રવૃતિમય બનાવવાનો પ્રયત્ન કરે છે.
વર્ગ શિક્ષણની સાથે બાળકો સર્જનશકિત પણ કેળવે અને ભવિષ્યમાં તેઓ અવીનવી પરીક્ષા માટે તૈયાર થાય તે માટે સતત પ્રયત્નશીલ રહે છે.તે માટે સમયાંતરે પ્રવુતિ અને પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. બાળકોને વિવિધ પરીક્ષાઓની તૈયારીમાં માર્ગદર્શન આપે છે. જેમ કે NMMS તેમજ જવાહર નવોદય, વાંચન સ્પર્ધા, અક્ષયપાત્ર, રમત-ગમત, નકામા કાગળમાંથી સુંદર રચના, માટીકલા, બાળમેળો, પ્રવાસ, વેસ્ટમાંથી બેસ્ટ પ્રોજેક્ટ, વેશભૂષા, સાંસ્કૃતિક કાર્યક્રમો, એક પાત્રિય (ઇતિહાસ પાત્ર) બધા વિષયના પ્રકરણ સાથે એક પ્રવૃતિ વગેરે જેવી અનેક સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ અને સર્જનાત્મક વિકાસ થાય તે માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે.
શ્રી સોલંકી સુભાષભાઈ મેરામણભાઈ ૨૭/૦૩/૨૦૧૭ના રોજ મોરબી જિલ્લાના માળિયા મીયાણા તાલુકામાં આવેલ શ્રી રાસંગપર પ્રાથમિકા શાળામાં શિક્ષક (ધોરણ ૦૬ થી ૦૮) તરીકે નિમણૂક પામેલ જ્યાં આજ દિન સુધી પુરી નિષ્ઠા અને ઉત્સાહ પૂર્વક ફરજ બજાવે છે. નોકરીની શરૂઆતથી જ તેઓ ધોરણ ૦૬ થી ૦૮ના વર્ગો સંભાળે છે. આ ૮ વર્ષમાં પોતાના મુખ્ય વિષયની સાથે શાળાની જરૂરિયાત મુજબ ભાષાના વિષયોનો અભ્યાસ કરાવી બાળકોના અભ્યાસક્રમને પ્રાથમિકતા આપે છે.
બાળકો શિક્ષણમાં વધુ રસ કેળવે તે માટે અવનવી પ્રવૃત્તિઓ અને રમતો દ્વારા જ્ઞાન આપે છે. અવનવી પ્રવૃત્તિ સાથે વિવિધ પ્રોજેકટ દ્વારા બાળકોને શિક્ષણ પ્રત્યે રસ દાખવતા કરે છે. દર વર્ષે શાળામાં બાળસંસદની ચુટણીનું આયોજન શિક્ષકશ્રી દ્વારા કરવામાં આવતા બાળકોને ચૂંટણીની પ્રક્રીયાથી વાકેફ કરવામાં આવે છે. માળીયા તાલુકાની છેલ્લી સામાજિક વિજ્ઞાન વિષય તાલીમ વર્ગમાં માસ્ટર ટ્રેનર તરીકે કાર્ય કરેલ છે. અનેક સહ અભ્યાસક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ અને સર્જનાત્મક વિકાસ થાય તે માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે.
શ્રી સાણંદિયા નિરલબેન નારણભાઇ ૩૦/૦૪/૨૦૧૦ ના રોજ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં આવેલ શ્રી રાયધનપર પ્રા. શાળામાં શિક્ષક (ધોરણ ૦૧ થી ૦૫ )તરીકે નિમણૂક પામેલ જ્યાં તારીખ ૨૯/૧૦/૨૦૧૩ સુધી પુરી નિષ્ઠા અને ઉત્સાહપૂર્વક ફરજ બજાવેલ ત્યારબાદ ૨૯/૧૦/૨૦૧૩ થી કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં આવેલ શ્રી પ્રતાપગઢ શાળામાં શિક્ષક (ધોરણ ૦૧ થી ૦૫) તરીકે ફરજ બજાવેલ ત્યાર બાદ હાલ તા. ૨૩/૦૨/૨૦૨૨ થી મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલ શ્રી સરતાનપર પ્રા. શાળામાં પોતાની ફરજ બજાવે છે. નોકરીમાં ૧૫ વર્ષમાં ૧૫ વર્ષ પ્રજ્ઞા વર્ગ સંભાળેલ છે.
બાળકો શિક્ષણમાં વધુ રસ કેળવે તે માટે અવનવી પ્રવૃત્તિઓ અને રમતો દ્વારા જ્ઞાન આપે છે અને અવનવી પ્રવૃત્તિ સાથે વિવિધ પ્રોજેક્ટ દ્વારા બાળકોને શિક્ષણ પ્રત્યે રસ દાખવતા કરે છે .પ્રજ્ઞા વર્ગની ગોઠવણી જૂથ કાર્ય મુજબ વર્ગ કાર્ય વગેરે બાબતોમાં નિભુતા કેળવેલ છે .માળીયા તાલુકાના મોટાભાગના પ્રજ્ઞા તાલીમ વર્ગોમાં માસ્ટર ટ્રેનર તરીકે કાર્ય કરેલ છે. અનેક સહ અભ્યાસક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ અને સર્જનાત્મક વિકાસ થાય તે માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે.
શ્રી દેત્રોજા સુમિત્રાબેન કાંતિલાલ મોરબી જિલ્લાના મોરબી તાલુકાની શ્રી ગોકુળનગર પ્રાથમિક શાળામાં તારીખ ૦૫/૦૭/૨૦૧૦ થી ઉચ્ચ પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓ ધોરણ ૦૬ થી ૦૮માં મુખ્ય વિષય ગણિત – વિજ્ઞાન ઉપરાંત શાળાની જરૂરિયાત મુજબ સર્વાગી શિક્ષણ, કમ્પ્યૂટર જેવા વિષયોનો અભ્યાસ કરાવી બાળકોના અભ્યાસક્રમને પ્રાથમિકતા આપે છે. તેઓ પુરી નિષ્ઠા અને ઉત્સાહ પૂર્વક ફરજ બજાવે છે. તેમની શૈક્ષણિક અને સામાજિક કામગીરી અતિ પ્રશંસનીય છે. તેઓની શૈક્ષણિક કામગીરી હંમેશા બાળ ઉપયોગી રહી છે તેમજ કોરોના જેવી વિકટ પરિસ્થિતિમાં પણ બાળકોનું શિક્ષણકાર્ય અટકે નહીં તે માટે ઓનલાઈન ક્લાસ, શેરી શિક્ષણ અને અન્ય માધ્યમો થકી અથાગ પ્રયત્ન કરેલ છે.
બાળકો શિક્ષણમાં વધુ રસ કેળવે તે માટે અવનવી પ્રવૃત્તિઓ અને રમતો દ્વારા જ્ઞાન આપે છે. અવનવી પ્રવૃત્તિ સાથે વિવિધ પ્રોજેકટ દ્વારા બાળકોને શિક્ષણ પ્રત્યે રસ દાખવતા કરે છે. દર વર્ષે શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી વિશિષ્ટ રીતે શિક્ષકશ્રી દ્વારા કરવામાં આવે છે. અનેક સહ અભ્યાસક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ અને સર્જનાત્મક વિકાસ થાય તે માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે. તેમનું શૈક્ષણિક અને સમાજસેવાનું કાર્ય હંમેશા બાળકેન્દ્રી રહ્યું છે.
શ્રી નારિયાણા શાંતિલાલ નાનજીભાઈ ટંકારા તાલુકાની શ્રી જબલપુર પ્રાથમિક શાળામાં તા.૦૪ /૦૭/૨૦૨૩ થી નિમ્ન પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ નિભાવે છે. ૨૪/૦૭/૨૦૨૩ થી ૨૪/૯/૨૦૨૪ સુધી આચાર્ય તરીકે તેમજ ૨૪/૯/૨૦૨૪ થી મદદનીશ શિક્ષક તરીકે જબલપુર પ્રાથમિક શાળામાં તેઓ બાળકો, વાલીઓ, ગામ તથા સ્ટાફ સાથેના શૈક્ષણિક તથા સામાજીક કામગીરીથી પ્રખ્યાત છે. તેમની શૈક્ષણિક કામગીરી બાળકના અભ્યાસકેન્દ્રી તથા સમાજકેન્દ્રી રહી છે. તેમણે પોતાના અનન્ય વ્યક્તિત્વથી સતત પ્રેમ, હૂંફ અને વાત્સલ્ય દ્રારા શિક્ષણ આપી સર્વાંગીક રીતે વિધાર્થીઓની આંતરિક શક્તિઓને બહાર લાવવા તેમજ પ્રોત્સાહન પુરુ પાડવા માટે અથાગ પ્રયત્ન કરેલ છે. જબલપુર જેવા આર્થીક, સામાજિક અને શૈક્ષણિક રીતે સુખી સંપન્ન ગામમાં સહાભ્યાસિક પ્રવૃતિઓ દ્વારા સુંદર રીતે શૈક્ષણિક કાર્ય કરીને વિધાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ માટે ખરા દિલથી પ્રયત્ન કરેલ છે.
તાલુકા અને જિલ્લા કક્ષાએ ખેલ મહાકુંભ સ્પર્ધા તેમજ સ્પોર્ટ્સ શાળામાં એડમિશન માટે બેટરી ટેસ્ટમાં ભાગ લઇ શાળાની આગવી ઓળખ ઊભી કરી છે. વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષામાં તેમના નેતૃત્વમાં સમગ્ર તાલુકા તેમજ જિલ્લામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાના ઘણા બાળકો સરકારશ્રીની વિવિધ યોજનાનો લાભ મેળવી રહ્યા છે. તેમજ સ્ટાફ સાથે તેમજ ગ્રામજનો સાથે સુમેળભ સંબંધો વિકસાવ્યા છે. સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી, ખેલ મહાકુંભ, કલા મહાકુંભ, નિપુણ ભારત વાર્તા સ્પર્ધા, પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ, કન્યા સંશક્તિકરણ અને સ્વરક્ષણ, કોરોનામાં વિશેષ શૈક્ષણિક કામગીરી, ફળિયા શિક્ષણ, ઇકો ક્લબ, બાળમેળો લાઇફસ્કિલ, G20, વોલપેઇન્ટિંગ, વિવિધ વિશેષ દિનની ઉજવણી વગેરે જેવી વિવિધ સહઅભ્યાસિક પ્રવૃતિઓ દ્રારા પ્રાયોગિક રીતે રસપ્રદ શૈલીમાં શિક્ષણકાર્ય કરીને અથાગ મહેનત દ્વારા બાળકોના ભણતરને ભાર વગરનું સાબિત કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. તરંગ અને ઉલ્લાસમય શિક્ષણકાર્ય કરીને ભાર વગરના ભણતરને સાર્થક કરી બતાવેલ છે.
શ્રી અધારા કાજલબેન ચંદુલાલ ટંકારા તાલુકાની શ્રી નેકનામ કુમાર તાલુકા શાળામાં તા. ૦૭/૧૦/૨૦૧૭ થી ગણિત-વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ નિભાવે છે. તેઓ બાળકો, વાલીઓ, ગામ તથા સ્ટાફ સાથેના શૈક્ષણિક તથા સામાજીક કામગીરીથી પ્રખ્યાત છે. તેમની શૈક્ષણિક કામગીરી બાળકના અભ્યાસકેન્દ્રી તથા સમાજકેન્દ્રી રહી છે. તેમણે પોતાના અનન્ય વ્યક્તિત્વથી સતત પ્રેમ.હુંક અને વાત્સલ્ય દ્વારા શિક્ષણ આપી સાર્વાંગિક રીતે વિધાર્થીઓની આંતરિક શક્તિઓને બહાર લાવવા તેમજ પ્રોત્સાહન પુરૂ પાડવા માટે અથાગ પ્રયત્ન કરેલ છે. નેકનામ જેવા આર્થીક, સામાજિક અને શૈક્ષણિક રીતે સુખી સંપન્ન ગામમાં સહાભ્યાસિક પ્રવૃતિઓ દ્વારા સુંદર રીતે શૈક્ષણિક કાર્ય કરીને વિધાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ માટે ખરા દિલથી પ્રયત્ન કરેલ છે. તાલુકા અને જિલ્લા કક્ષાએ ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લઇ શાળાની આગવી ઓળખ ઉભી કરી છે. શાળાના સ્ટાફ સાથે તેમજ ગ્રામજનો સાથે સુમેળભર્યા સંબંધો વિકસાવ્યા છે. ગણિત-વિજ્ઞાન પ્રદર્શન, શૈક્ષણિક ઇનોવેશન, પ્રયોગો દ્વારા શિક્ષણ, કન્યા સશક્તિકરણ અને સ્વરક્ષણ, કોરોનામાં વિશેષ શૈક્ષણિક કામગીરી, ફળિયાશિક્ષણ, ઇકો ક્લબ, બાળમેળો, લાઇફ સ્કિલ, G20, વોલપેઇન્ટિંગ વગેરે જેવી વિવિધ સહઅભ્યાસિક પ્રવૃતિઓ દ્રારા પ્રાયોગિક રીતે રસપ્રદ શૈલીમાં શિક્ષણકાર્ય કરીને અથાગ મહેનત દ્રારા બાળકોના ભણતરને ભાર વગરનું સાબિત કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. તરંગ અને ઉલ્લાસમય શિક્ષણકાર્ય કરીને ભાર વગરના ભણતરને સાર્થક કરી બતાવેલ છે.
મોરબી જિલ્લાને શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર બનાવી રહેલા આવા શ્રેષ્ઠ શિક્ષકોનું શિક્ષક દિન નિમિતે સન્માન કરવામાં આવ્યું હતું.







