સાગબારાની સરકારી વિનયન કૉલેજ ખાતે સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મની લેન્ડરસ જાગૃતિ અંગે સેમિનાર યોજાયો
રાજપીપલા ‘ જુનેદ ખત્રી
જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ સાગબારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી સરકારી વિનયન કૉલેજ – સાગબરા ખાતે સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મની લેન્ડરસ જાગૃતિ અંગે સેમિનાર યોજાયો હતો. જેમાં બેંક ઓફ બરોડા- સાગબારાના બ્રાન્ચ મેનેજર નીલેશકુમાર તથા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા બ્રાન્ચ સાગબારામાંથી કલ્પનાબેન, કૉલેજના વિદ્યાર્થીઓ તથા નાગરિકો આ કાર્યક્રમમાં જોડાયા હતા. આ સેમિનાર દરમિયાન વ્યાજખોરો પાસેથી વ્યાજ નહીં લેવાં તેમજ વધુંમાં વધુ સરકારી બેંકોનો નાણાંકીય વ્યવહારો માટે ઉપયોગ કરવા અંગે વિસ્તૃતમાં જાણકારી આપવામાં આવી હતી. વ્યાજખોરો દ્વારા ખોટી રીતે નાગરિકોને કનડગત કરવામાં આવે તો તેની જાણ પોલીસ સ્ટેશને કરવા અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.