GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસ મથકે દશેરા નિમિતે સીનીયર પીઆઈ આર.ડી‌.ભરવાડ દ્વારા પોલીસ મથકે શસ્ત્ર પૂજન કરાયુ.

 

તારીખ ૦૨/૧૦/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ

સમાજની સુરક્ષા માટેનુ અભિન્ન અંગ એટલે સ્થાનીક પોલીસ સમાજના દુષણો અને બદીઓ,ગુનાહિત પ્રવૃત્તિ સામે અસરકારક રીતે કામ કરતા પોલીસ વિભાગ દ્વારા દશેરા પર્વ નિમિતે કાલોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ સુરક્ષા હેતુસર વપરાતા શસ્ત્રોનુ પૂજન સીનીયર પીઆઈ આર.ડી. ભરવાડ ના હસ્તે કરવામાં આવ્યું હતું. વિદ્વાન બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોકત વિધિ થી પૂજા કરાવવામાં આવી હતી.સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા પ્રજાની સુરક્ષા અને સલામતીના હેતુસર વપરાતા શસ્ત્રોની પરંપરાગત રીતે પ્રજાની સુરક્ષાના સંકલ્પ સાથે શસ્ત્ર પૂજા કરી હતી. આ પ્રસંગે પીએસઆઈ એલ એ પરમાર અને પોલીસ સ્ટાફ સાથે હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!