GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

નિરાધાર વૃદ્ધ સહાય યોજના : પાત્ર વડીલોએ સરકારી યોજનાનો લાભ જરૂર લેવો – જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા

દર મહિને રૂ. ૧,૦૦૦થી રૂ. ૧,૨૫૦ સુધીની ડીબીટી સહાય સીધી બેંક ખાતામાં : કાર્યકર્તાઓને ઘર-ઘર જઈ યોજનાનો લાભ અપાવવા આહ્વાન

દર મહિને રૂ. ૧,૦૦૦થી રૂ. ૧,૨૫૦ સુધીની ડીબીટી સહાય સીધી બેંક ખાતામાં : કાર્યકર્તાઓને ઘર-ઘર જઈ યોજનાનો લાભ અપાવવા આહ્વાન
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અમલમાં મુકવામાં આવેલી ‘નિરાધાર વૃદ્ધ સહાય યોજના’ રાજ્યના નિરાધાર અને આર્થિક રીતે નબળા વડીલોને માસિક આર્થિક સહાય પૂરી પાડતી મહત્વપૂર્ણ કલ્યાણકારી યોજના તરીકે સફળતાપૂર્વક કાર્યરત છે. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાએ જિલ્લાના તમામ પાત્ર વડીલોને યોજનાનો લાભ લેવા તેમજ ભાજપના કાર્યકર્તાઓને પોતાના વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ વડીલો સુધી યોજનાની માહિતી પહોંચાડવા અને અરજી પ્રક્રિયામાં મદદરૂપ બનવા અપીલ કરી છે.
ચંદુભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા મળતી આ માસિક સહાય વડીલોના દૈનિક જીવન, દવા-દર્દી અને અન્ય જરૂરી ખર્ચ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે. સરકારની આ યોજના સમાજના છેવાડાના વડીલોને આત્મસન્માન સાથે જીવન જીવવામાં સહાયક બની રહી છે.
યોજનાની મુખ્ય વિશેષતાઓ
૬૦ થી ૭૯ વર્ષના પાત્ર વડીલોને: દર મહિને રૂ. ૧,૦૦૦/- સહાય.
૮૦ વર્ષ કે તેથી વધુ વયના વડીલોને: દર મહિને રૂ. ૧,૨૫૦/- સહાય.
સહાયની રકમ ડીબીટી (Direct Benefit Transfer) મારફતે સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
સમગ્ર વર્ષ દરમિયાન કોઈપણ સમયે અરજી કરી શકાય છે.
અરજી ક્યાં કરવી?
ઓનલાઈન: ડિજિટલ ગુજરાત પોર્ટલ પર.
રૂબરૂ: જનસેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, ગ્રામ પંચાયતના VCE (ઈ-ગ્રામ) કેન્દ્ર અથવા તાલુકા સેવા કેન્દ્ર ખાતે.
જરૂરી દસ્તાવેજો
ઉંમરનો પુરાવો (આધાર કાર્ડ અથવા અન્ય માન્ય પુરાવો)
સક્ષમ અધિકારીનો આવકનો દાખલો
રહેઠાણનો પુરાવો
બેંક પાસબુકની નકલ (IFSC કોડ સાથે)
પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ
હેલ્પલાઇન
ઓનલાઈન અરજી અથવા વધુ માહિતી માટે ટોલ ફ્રી નંબર 1800 233 5500 પર સંપર્ક કરી શકાય છે.
કાર્યકર્તાઓને ખાસ સૂચના
જિલ્લા ભાજપ પ્રમુખે તમામ હોદ્દેદારો, મંડળ, મોરચા, શક્તિ કેન્દ્ર અને બૂથ સમિતિના કાર્યકર્તાઓને પોતાના વિસ્તારમાં રહેતા પાત્ર અને જરૂરિયાતમંદ વડીલો સુધી પહોંચીને તેમના દસ્તાવેજો તૈયાર કરાવવામાં તથા અરજી પ્રક્રિયા પૂર્ણ કરવામાં સક્રિય સહયોગ આપવા અનુરોધ કર્યો છે.
તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સરકાર સમાજના અંતિમ વ્યક્તિ સુધી કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડવા પ્રતિબદ્ધ છે અને આ દિશામાં દરેક કાર્યકર્તાએ સેવા ભાવથી કાર્ય કરવું જોઈએ.દર મહિને રૂ. ૧,૦૦૦થી રૂ. ૧,૨૫૦ સુધીની ડીબીટી સહાય સીધી બેંક ખાતામાં : કાર્યકર્તાઓને ઘર-ઘર જઈ યોજનાનો લાભ અપાવવા આહ્વાન
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અમલમાં મુકવામાં આવેલી ‘નિરાધાર વૃદ્ધ સહાય યોજના’ રાજ્યના નિરાધાર અને આર્થિક રીતે નબળા વડીલોને માસિક આર્થિક સહાય પૂરી પાડતી મહત્વપૂર્ણ કલ્યાણકારી યોજના તરીકે સફળતાપૂર્વક કાર્યરત છે. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાએ જિલ્લાના તમામ પાત્ર વડીલોને યોજનાનો લાભ લેવા તેમજ ભાજપના કાર્યકર્તાઓને પોતાના વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ વડીલો સુધી યોજનાની માહિતી પહોંચાડવા અને અરજી પ્રક્રિયામાં મદદરૂપ બનવા અપીલ કરી છે.
ચંદુભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા મળતી આ માસિક સહાય વડીલોના દૈનિક જીવન, દવા-દર્દી અને અન્ય જરૂરી ખર્ચ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે. સરકારની આ યોજના સમાજના છેવાડાના વડીલોને આત્મસન્માન સાથે જીવન જીવવામાં સહાયક બની રહી છે.
જેમાં ૬૦ થી ૭૯ વર્ષના પાત્ર વડીલોને દર મહિને રૂ. ૧,૦૦૦/- સહાય, ૮૦ વર્ષ કે તેથી વધુ વયના વડીલોને દર મહિને રૂ. ૧,૨૫૦/- સહાય મળશે અને આ સહાયની રકમ સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. અને આ યોજનામાં પૂરા વર્ષ દરમિયાન કોઈપણ સમયે અરજી કરી શકાય છે. અને અરજી ઓનલાઈન ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જાતે અથવા જનસેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, ગ્રામ પંચાયતના VCE (ઈ-ગ્રામ) કેન્દ્ર અથવા તાલુકા સેવા કેન્દ્ર ખાતે થઈ શકશે.
જેમાં ઉંમરનો પુરાવો (આધાર કાર્ડ અથવા અન્ય માન્ય પુરાવો), સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, રહેઠાણનો પુરાવો, બેંક પાસબુકની નકલ (IFSC કોડ સાથે), પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ સહિતના દસ્તાવેજો જરૂરી છે.
હેલ્પલાઇન
ઓનલાઈન અરજી અથવા વધુ માહિતી માટે ટોલ ફ્રી નંબર 1800 233 5500 પર સંપર્ક કરી શકાય છે.
તેમજ જિલ્લા ભાજપ પ્રમુખે તમામ હોદ્દેદારો, મંડળ, મોરચા, શક્તિ કેન્દ્ર અને બૂથ સમિતિના કાર્યકર્તાઓને પોતાના વિસ્તારમાં રહેતા પાત્ર અને જરૂરિયાતમંદ વડીલો સુધી પહોંચીને તેમના દસ્તાવેજો તૈયાર કરાવવામાં તથા અરજી પ્રક્રિયા પૂર્ણ કરવામાં સક્રિય સહયોગ આપવા અનુરોધ કર્યો છે.
તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સરકાર સમાજના અંતિમ વ્યક્તિ સુધી કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડવા પ્રતિબદ્ધ છે અને આ દિશામાં દરેક કાર્યકર્તાએ સેવા ભાવથી કાર્ય કરવું જોઈએ.

Back to top button
error: Content is protected !!