GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ શહેર સ્થિત સર્કિટ હાઉસ ખાતે શહેર પ્રમુખ અને તાલુકા પ્રમુખ માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઇ

 

તારીખ ૧૭/૧૨/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેર સ્થિત સર્કિટ હાઉસ ખાતે શહેર અને તાલુકા પ્રમુખો માટેની સેન્સ ની પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં ચૂંટણી અધિકારી તરીકે દશરથસિંહ ચુડાસમા સાથે કાલોલ પ્રભારી નીતિનભાઈ શાહ જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, પંચમહાલ જિલ્લા ઉપાધ્યક્ષ ડોક્ટર યોગેશ પંડ્યા, કાલોલ તાલુકા પ્રમુખ નરેન્દ્રસિંહ,તાલુકા મહામંત્રી કિરણસિંહ,કાલોલ શહેર પ્રમુખ ગૌરાંગભાઈ સહિત બુથ સમિતિના પ્રમુખો પ્રક્રિયામાં હાજર રહ્યા હતા ભાજપા દ્વારા અત્યારે ગુજરાતમાં શહેર પ્રમુખો અને મહામંત્રીઓ ની નવી નિમણૂક ની પ્રક્રિયા હાથ ધરાય છે મુદત પૂરી થતાં નવા પ્રમુખ અને મહામંત્રીઓની પ્રદેશ દ્વારા નિમણૂકો કરવામાં આવશે જેમાં શહેર અને તાલુકાના બુથ પ્રમુખોએ કોનસેસ આપવાના હતા જ્યાં આ પ્રક્રિયામાં કોનસેસ આપવા માટે બધા જ પ્રમુખો કાલોલ શહેર સ્થિત સર્કિટ હાઉસ ખાતે ભેગા થયા હતા જ્યાં શહેરમાંથી પ્રમુખ પદ માટે ચાર ઉમેદવારોએ દાવેદારી કરી હતી જેમાં હર્ષભાઈ કાછિયા,પ્રતીક શાહ ,કલ્પેશભાઈ પારેખ અને પ્રતિકભાઇ ઉપાધ્યાય ઉમેદવારી કરી હતી કોનસેસ લેવા આવેલા દશરથસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે કાલોલ નગરમાં દરેક બુધ પ્રમુખોએ ભાજપા પાર્ટી જે ઉમેદવાર પસંદ કરશે તે અમને માન્ય છે આમ શહેર માટે સર્વ સંમતિ થવા પામી હતી તાલુકા માટે દસ થી વધુ ઉમેદવાર હતા આ ઉમેદવારોમાં પણ બુથ પ્રમુખો દ્વારા જે પાર્ટી નક્કી કરશે તે અમને માન્ય છે એમ બુથ પ્રમુખોએ ચૂંટણી અધિકારીને જણાવ્યું હતું આમ સેલ્સ પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી આવનાર દિવસોમાં પ્રદેશ ભાજપા જે ઉમેદવારો પર પસંદગીનો કળશ મુકશે તે અંગે સર્વ કાર્યકર્તાઓને માન્ય છે એમ તાલુકા અને શહેરના ભાજપા કાર્યકર્તાઓએ જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!