BANASKANTHAPALANPUR

આર. આર. મહેતા કોલેજ ઑફ સાયન્સ અને સી એલ પરીખ કોલેજ ઑફ કોમર્સ, પાલનપુર ના NSS વિભાગ દ્વારા અંબાજી રૂટ પર ‘ પ્લાસ્ટીક મુક્ત ભાદરવી પૂનમ મેળો 2025 – 26’ અન્વયે મહા- સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું

10 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

આર. આર. મહેતા કોલેજ ઑફ સાયન્સ અને સી એલ પરીખ કોલેજ ઑફ કોમર્સ, પાલનપુર ના NSS વિભાગ દ્વારા અંબાજી રૂટ પર ‘ પ્લાસ્ટીક મુક્ત ભાદરવી પૂનમ મેળો 2025 – 26’ અન્વયે મહા- સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણની એન.એસ. એસ. શાખા અને આર. આર. મહેતા કોલેજ ઑફ સાયન્સ અને સી એલ પરીખ કોલેજ ઑફ કોમર્સ, પાલનપુર ખાતે કાર્યરત એન.એસ.એસ. યુનિટના સંયુક્ત ઉપક્રમે અંબાજી ખાતે આયોજીત ભાદરવી પૂનમના મેળા અન્વયે સરકારશ્રીના મિશન ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ તા.૦૬/૦૯/૨૦૨૫ ને શનિવારના રોજ કોલેજને ફાળવવામાં આવેલ અંબાજી માર્ગ પર રતનપુર થી દાંતા રૂટ પર મહા સ્વરછતા અભિયાન હાથ ધરવામાં આવ્યું. જેમાં આ વખતે યુનિવર્સિટીના માર્ગદર્શન અને સક્રિય પ્રયાસોથી પ્લાસ્ટિક મુક્ત મેળો બનાવવા સફળતાપૂર્વક અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ઉપરાંત પદયાત્રીઓને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. આ સ્વચ્છતા અભિયાનમાં યુનિવર્સિટીના એન.એસ.એસ. પ્રોગ્રામ કો. ઓર્ડીનેટર શ્રી કે. કે. ઠક્કર સાહેબે રૂબરૂ મુલાકાત કરી આ સરાહનીય સેવાકાર્યને બિરદાવ્યું હતું. આ શ્રમદાનકાર્યમાં સેવાકીય કાર્ય કરવાના ઉદ્દેશથી કૉલેજના એન.એસ.એસ.ના ૨૦ જેટલા સ્વયંસેવક ભાઈ-બહેનો દ્વારા હાઈ-વે રસ્તા પર તથા મુખ્ય રસ્તાની બંને બાજુ શ્રદ્ધાળઓ, પદયાત્રીઓ તથા રાહદારીઓ અને વહેપારીઓ થકી નાખવામાં આવેલ કચરાની સ્વચ્છતા અને સફાઈ કરવામાં આવી હતી. તેમજ વપરાશમાં લેવાયેલી અને સેવા કેમ્પોમાં પડેલી પ્લાસ્ટિકની થેલીઓ, સિંગલ યૂઝ પ્લાસ્ટિક તેમજ પ્લાસ્ટિકની પાણીની ખાલી બોટલનું એકત્રીકરણ કરી યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલી મોટી બેગમાં એકઠું કરવામાં આવ્યું હતું. લગભગ છ જેટલી કાળી બેગ તેમજ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલ મોટી થેલીમાં બહોળા પ્રમાણમાં કચરો તેમજ પ્લાસ્ટિક એકત્ર કરવામાં આવ્યું હતું. તેમજ જાહેર માર્ગોની પણ સફાઈ અને સ્વચ્છતા કરવામાં આવી હતી. એકત્ર કરેલ કચરો રૂટ પર ફાળવવામાં આવેલ વાનમાં યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. આ સફાઈ અભિયાનમાં વિદ્યાર્થી/સેવકોએ ઉત્સાહપૂર્વક સરાહનીય કામગીરી બજાવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન તેમજ સંચાલન કૉલેજના એન.એસ.એસ. વિભાગના પ્રોગ્રામ ઓફિસર પ્રો. આર. ડી. વરસાત તથા ડૉ. અમી પટેલ દ્વારા સંસ્થાના આચાર્યશ્રી ડૉ. વાય. બી. ડબગર સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!