
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૦૨ ડિસેમ્બર : જિલ્લામાં ખનિજ ચોરીને અટકાવવા જિલ્લા કલેકટર, કચ્છ દ્વારા રચના કરવામાં આવેલ જિલ્લા ટાસ્ક ફોર્સ ટીમ દ્વારા દ્વારા તા.૦૧/૦૨/૨૦૨૫ ના રોજ રાત્રે આદીપુર-ગાંધીધામ રોડ, અંજાર પાસેથી પસાર થતી ટ્રક નં.GJ 39 T 8789, જેમાં સીલીકા સેન્ડ ભરેલ. ટ્રકનાં ડ્રાઈવર ગોવિંદભાઈ અભયસિંગ ભિડેની તપાસ કરેલ અને ટ્રકમાં અંદાજીત ૨૦ મેટ્રીક ટન રોયલ્ટી વગર ભરી લઈ જતાં ઝડપેલ છે. આ ટ્રક અને રેતીની અંદાજીત કિંમત રૂા.૩૦ લાખ સાથેનો મુદામાલ કબજે લઈ આગળની કાર્યવાહી માટે તજવીજ હાથ ધરવામાં આવેલ છે.



