ARAVALLIGUJARATMODASA

શામળાજી 108 એમ્બ્યુલન્સની ટીમ બની દેવદૂત, ચાલતી એમ્બ્યુલન્સમાં કરાવી સફળ પ્રસૂતિ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

શામળાજી 108 એમ્બ્યુલન્સની ટીમ બની દેવદૂત, ચાલતી એમ્બ્યુલન્સમાં કરાવી સફળ પ્રસૂતિ

 

શામળાજી 108 એમ્બ્યુલન્સની ટીમે મધરાતે સમયસૂચકતા અને સૂઝબૂઝ દાખવી એક પ્રસૂતાને એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

મળતી માહિતી મુજબ, તા. 26 ઓગસ્ટ 2026ના રોજ રાત્રે આશરે 1:00 વાગ્યે 108 એમ્બ્યુલન્સને પ્રસૂતિની પીડા વધી હોવાનો કેસ મળ્યો હતો. માહિતી મળતાં જ શામળાજી 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં પહોંચતા 30 વર્ષીય મહિલાને જોખમી પ્રસૂતિની સ્થિતિ હોવાનું જાણવા મળ્યું હતું. મહિલાને પ્રસૂતિની તીવ્ર પીડા સાથે બ્લડિંગ પણ શરૂ થઈ ગયું હતું.

મહિલાને તાત્કાલિક ભિલોડા કોટેજ હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી. દરમિયાન એમ્બ્યુલન્સમાં તપાસ કરતાં મહિલાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તબીબી માર્ગદર્શન મુજબ એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.108 એમ્બ્યુલન્સમાં ફરજ પરના ઈએમટી સંજય પટેલે પોતાની સૂઝબૂઝ, નિર્ણયક્ષમતા અને તબીબી માર્ગદર્શનના આધારે સફળતાપૂર્વક એમ્બ્યુલન્સમાં પ્રસૂતિ કરાવી હતી. આ સમગ્ર કામગીરીમાં એમ્બ્યુલન્સના પાયલોટ રાકેશભાઈ ભગોરાએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

ટીમની સમયસૂચકતા, સંકલન અને તબીબી કામગીરીના કારણે પ્રસૂતિની પ્રક્રિયા સુરક્ષિત રીતે પૂર્ણ થઈ હતી. ત્યારબાદ પ્રસૂતા મહિલા અને નવજાત બાળકને વધુ સારવાર તથા તબીબી દેખરેખ માટે ભિલોડા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનાને પગલે પ્રસૂતાના પરિવારજનોએ 108 એમ્બ્યુલન્સના ઈએમટી સંજય પટેલ અને પાયલોટ રાકેશભાઈ ભગોરાનો આભાર વ્યક્ત કર્યો હતો. મધરાતના સમયે સમયસર પહોંચીને મુશ્કેલ પરિસ્થિતિમાં કરાયેલી આ કામગીરી બદલ 108ની ટીમની કામગીરીની પ્રશંસા થઈ રહી છે.

Back to top button
error: Content is protected !!