
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : અમદાવાદથી 75 લાખની મસમોટી રકમની મર્સીડીઝ કાર ચોરી કરી ફરાર શક્સને શામળાજી પોલીસે ઝડપી પાડ્યો
અમદાવાદ શહેરના નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે ચોરીમાં ગયેલ લક્ઝુરીયસ મર્સીડીઝ બેન્જ ગાડી નંબર GJ09BK6100ની તથા આરોપીને પકડી પાડી ચોરીનો અનડિટેક્ટ ગુન્હો શામળાજી પોલીસે શોધી કાઢ્યો
શામળાજી પોલીસ સ્ટેશન ના પી આઈ કે.ડી.ડીંડોર તથા પો.સ.ઈ જી.આર.ચૌધરી નાઓ અણસોલ ચેક પો.સ્ટ ખાતે પોલીસ સ્ટાફના માણસો સાથે વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન સ્ટેટ કન્ટ્રોલ રૂમ ખાતેથી આવેલ વર્ધી અમદાવાદથી એક કાળા કલરની મર્સીડીઝ ગાડીની ચોરી થયેલ છે જે ગાડી નંબર.GJ-09-BK-6100ની હોય જે પ્રાતિજ ટોલનાકા પસાર થયેલ છે જે વર્ધી આધારે અણસોલ ગામની સીમમાં અણસોલ ચેક પો.સ્ટ ખાતે શામળાજી તરફથી આવતા નેશનલ હાઇવે રોડ ઉપર નાકાબંધી કરાવી હાજર હતા તે દરમ્યાન શામળાજી તરફથી એક કાળા કલરની ફોરવ્હિલ ગાડી આવતા જે ફોર વ્હિલ ગાડી મર્સીડીઝ બેન્જ ગાડી હોય સદરી ચાલકને બેરીકેટીંગની આડાસ કરી રોકી ઉભી રખાવી દીધેલ અને સદરી મર્સીડીઝ બેન્જ ગાડીનો રજીસ્ટ્રેશન નંબર જોતા નંબર. GJ-09-BK-6100નો હતો અને સદરી ગાડીના ચાલક શિવ મોહન સ/ઓ રાજવીરસિંહ પ્યારેલાલ જાતે.શર્મા હાલ રહે.તીર્થભુમિ સોસાયટીની ઓફિસમાં લો ગાર્ડન પંચવટી સર્કલ પાસે અમદાવાદ મુળરહે.મુરલીવિહાર કોલોની સિકંદરા હાઇવે રોડ આગ્રા ઉત્તરપ્રદેશ નો હોવાનું જણાવેલ અને સદરી ગાડીના માલિકીના આધાર પુરાવાઓ બાબતે પુછતાં પોતે કોઇ સંતોષકારક માહિતી જણાવતો ન હોય અને સદર ગાડી પોતે માલીકની જાણ બહાર સમંતી વગર લઈ આવેલાનું જણાવેલ હોય જે અંગે તપાસ કરતા સદર બાબતે નવરંગપુરા પોલીસ સ્ટેશન મુકામે ચોરી અંગેનો ગુન્હો દાખલ થયેલ હોય સદરી મર્સીડીઝ બેન્જ ગાડી નંબર.GJ09BK6100 ની કબ્જે કરી તેમજ ચાલકને ભારતીય નાગરીક સુરક્ષા સહિતાની કલમ ૩૫(૧)(જે) મુજબ અટક કરવામા આવી
પકડાયેલ આરોપી :
(૧) શિવ મોહન સ/ઓ રાજવીરસિંહ પ્યારેલાલ જાતે.શર્મા ઉ.વ.૨૫ ધંધો.સિક્યુરીટી ગાર્ડ હાલ રહે તીર્થભુમિ સોસાયટીની ઓફિસમાં લો ગાર્ડન પંચવટી સર્કલ પાસે અમદાવાદ મુળ રહે મુરલીવિહાર કોલોની સિકંદરા હાઇવે રોડ આગ્રા ઉત્તરપ્રદેશ





