સુરેન્દ્રનગર 181 અભયમ્ ટીમએ દૂધરેજ કેનાલમાં પરિણીતાને આત્મ હત્યા કરતા બચાવી
પતિના ત્રાસથી અને પ્રેમી ના ત્રાસથી કંટાળીને મહિલા આત્મ હત્યાના વિચારે દુધરેજ કેનાલએ પહોંચી હતી

તા.23/07/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
પતિના ત્રાસથી અને પ્રેમી ના ત્રાસથી કંટાળીને મહિલા આત્મ હત્યાના વિચારે દુધરેજ કેનાલએ પહોંચી હતી
સુરેન્દ્રનગર 181 મહિલા હેલ્પલાઇનમાં એક જાગૃત નાગરિકનો કોલ આવેલ અને જણાવેલ કે અહીં દુધરેજ કેનાલ પાસે એક મહિલા આત્મહત્યા કરવાના પ્રયાસ કરી રહ્યા છે આથી હાલ તેમની મદદ માટે 181 વાનની મદદની જરૂર પડેલ છે તો આથી સુરેન્દ્રનગર 181 અભયમ ટીમ કાઉન્સિલર મધુબેન વાણીયા, કોન્સ્ટેબલ કિરણબેન ભરવાડ અને પાયલોટ ખોડાભાઈ બોસિયા તુરંત ઘટના સ્થળે પહોંચી ગયેલ અને પીડિત મહિલાને આશ્વાસન આપીને તેમને વાનમાં બેસાડીને શાંત કરીને તેમનું કાઉન્સિલિંગ કરતા પીડિતાએ જણાવેલ કે તેમના લગ્ન 15 વર્ષ પહેલા થયેલ હોય અને તેમને સંતાન થતું ના હોય આ બાબતે સાસરીયા પક્ષ અવાર નવાર પીડિતાને મેણાં ટોણા મારતા હોય અને પતિ પણ પીડિતાને રીજે નાની નાની વાતમાં ઝગડો કરીને શારીરિક માનસિક ત્રાસ આપતો હોય છેવટે ઘર કંકાસથી કંટાળેલી પીડિત મહિલા બે વર્ષ પહેલા instagram થકી અન્ય પુરુષના સંપર્કમાં આવેલ અને તે પુરુષ સાથે પ્રેમ સંબંધમાં રહેતા હોય ને તે પુરુષ અન્ય જિલ્લાના વતની હોય પરંતુ પીડિતાને તેમના પ્રેમી પુરુષ સાથે લગ્ન કરીને રહેવું હોય પરંતુ તેમના પતિ છુટાછેડા આપવાની ના કહે છે આથી પીડિતા અવાર નવાર તેમના પ્રેમીને મળવા માટે તેમના વતન જાય છે જ્યારે તે પુરુષ પણ પીડિતાની મળવા માટે તેના વતન આવે છે આમ થોડો સમય વીત્યા બાદ બંને એક મંદિરમાં ફૂલ હાર કરીને લગ્ન કરી લે છે અને બંને એકબીજાને સાથ આપવાનું વચન આપે છે પરંતુ ત્રણ ચાર દિવસ પહેલા બંને વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થવાથી પીડિતાને તેમનો પ્રેમી જણાવે છે કે હવે તેઓ પ્રેમસંબંધમાં રહેશે નહિ આથી પીડિતા આજે અમદાવાદથી સુરેન્દ્રનગર પ્રેમીને મળવા માટે આવે છે પરંતુ તેમના પ્રેમી હવે મળવાની જ ના કહે છે અને ફોન કે મેસેજ કરવા ની ના પાડે છે અને પીડિતાને આજ મળવા પણ નથી આવતા આથી પીડિતાને મનોમન લાગી આવતા તેને સતત આત્મહત્યા કરવાના વિચાર આવે છે માટે તે દુધરેજ કેનાલએ આવીને આત્મ હત્યાનો પ્રયાસ કરે છે એ સમયે ત્યાંથી પસાર થતા લોકો આ જોય ને પીડિતાને બચાવી લે છે અને 181 પર કોલ કરીને જાણ કરે છે
આથી 181 અભયમ ટીમે ઘટના સ્થળ ઉપર પહોંચીને પીડિતાનું કાઉન્સલિંગ કર્યું અને કાયદાકીય તથા પ્રાથમિક માહિતી આપી તેમજ પીડિતાની તેના ભવિષ્ય અંગેની સમજણ આપી અને આત્મહત્યાએ સમસ્યાનું નિવારણ નથી તેમ સમજાવીને પીડિતને આત્મહત્યા કરવાના વિચારમાંથી મુક્ત કરેલ ત્યારે પીડિતાએ જણાવેલ કે હવે પછી હું ક્યારેય આત્મહત્યા કરવાનો પ્રયાસ કરીશ નહીં આથી હાલ પીડીતાને સુરક્ષિત આશ્રય માટે અને લાંબા ગાળાના કાઉન્સિલિંગની જરૂર હોય માટે પીડિતાને હાલ સુરેન્દ્રનગર સ્થિત સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપેલ છે.



